અદાણી ગેસે ફરી એકવાર CNG-PNGના ભાવમાં વધારો કર્યો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારઅદાણી ગેસે બીજી ઓગસ્ટથી અમલમાં આવે તે રીતે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના કિલોદીઠ ભાવમાં રૃા. ૨નો વધારો કરીને કિલાનો રૃ. ૮૫.૮૯ કરી દીધા છે. ગઈકાલ સુધી એક કિલો સીએનજીના ભાવ રૃા. ૮૩.૯૦ના હતા. આમ સીએનજીના ભાવમાં કિલોએ રૃા. ૧.૯૯નો વધારો કર્યો છે. આ સાથે જ ઘરે ઘરે રસોડામાં વપરાતા પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં પણ વધારો કર્યો છે. દરેક ઘરમાં રાંધણગેસ તરીકે વપરાતા અદાણી ગેસના પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં પણ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ રૃા. ૩.૨૦નો વધારો કર્યો છે. ઔદ્યોગિક એકમોમાં આપવામાં આવતા ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક એકમોને આપવામાં આવતા ગેસના ભાવ રૃા.૧ના વધારા સાથે રૃા. ૫૬.૩૦ના કરવામાં આવ્યા છે.અદાણી ટોટલ ગેસના ૪ લાખ ગ્રાહકો પર આ વધારાની અસર પડશે.અમદાવાદના ઘર ઘરમાં રસોઈ ગેસ તરીકે વાપરતા ગ્રાહકોને આપવામાં આવતા પાઈપ્ડ નેચરલ ગેસનો સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ વધારીને રૃા. ૫૪.૧૦ કરી દીધો છે. રાંધણગેસ તરીકે વપરાતા પાઈપ્ડ નેચરલ ગેસનો સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવ રૃા. ૫૦.૯૦નો હતો. અદાણી ટોટલ ગેસના સીએનજીના સપ્લાય પર અમદાવાદમાં અંદાજે ૪ લાખથી વધ કસ્મર્સ નિર્ભર છે. અદાણી ગુ્રપ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારા પછી ગુજરાત ગેસ પણ તેના સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરે તેવી સંભાવના વધી ગઈ છે. ગુજરાત ગેસના સીએનજીના વર્તમાન કિલોદીઠ ભાવ રૃા. ૮૨.૧૬ના છે. તેમ જ રાંધણગેસ તરીકે વપરાતા પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવ રૃા. ૪૮ના છે. તેમાં પણ ગુજરાત ગેસ ટૂંક સમયમા ંજ વધારો કરે તેવી શક્યતા છે. જૂનાગઢ એરિયા ધરાવતા ટોરેન્ટ પાવરે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે સોમવારે દેશના દરેક રાજ્યમં આવેલી સીટી ગેસ કંપનીઓને આપવામાંઆવતા ગેસના ભાવમાં દોઢ ડૉલરનો વધારો જાહેર કરી દીધો છે. એમએમબીટીયુ દીઠ ભાવ ૯ ડૉલરથી વધારીને ૧૦.૫ ડૉલર કરી દીધો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ લિક્વિડ નેચરલ ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.