માળીયા હાટીના તાલુકાના દુધાળા પાસે આવેલ વ્રજમીડેમ નું રૂરલ લેવલ જાળવવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો - At This Time

માળીયા હાટીના તાલુકાના દુધાળા પાસે આવેલ વ્રજમીડેમ નું રૂરલ લેવલ જાળવવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો


માળીયા હાટીના તાલુકા માં ઉપરવાસ ભારી વરસાદ પડતાં વ્રજમી ડેમ માં ભારી પાણી ની આવક થતા ડેમનું રૂરલ લેવલ પાણી જાળવવા માટે આજે બપોરના 5 કલાકે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવા આવ્યો તેથી વ્રજમી ડેમ નીચે આવતા ગામો જેમ કે નાની ધનેજ, મોટી ધનેજ, કડાયા, વાંદરવડ, દુધાળા, વડીયા, સરકડીયા, ઇટાળી, ઝડકા, સમઢીયાળા, ગડુ, વિસનવેલ સહિતના 12 ગામોના લોકો ને નદીના પટમાં અવર જવર કરવી નહીં તેમજ માલઢોર જવા દેવા નહિ તેવી સાવચેતી રાખવા ડેમના ફરજના અધિકારી વી.વી.પરાલિયા, માળીયા હાટીના પીએસઆઇ બી કે ચાવડા સહિતના અધિકારીએ યાદી જણાવેલ છે. આ તકે તંત્ર પણ ખડેપગે કામગીરી કરી રહ્યું છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.