જસદણ ગોખલાણા રોડ પર આવેલ વાડીઓમાંથી પાણીની મોટરોની ચોરી થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ : 51000/- નો મુદ્દામાલ ચોરી થયા હોવાની ફરીયાદ
( હર્ષદ ચૌહાણ દ્વારા)
જસદણના ગોખલાણા રોડ પર ગોબરભાઇ દુદાભાઈ ખેતરીયા, મગનભાઈ શામજીભાઈ ખાખરીયા, બાબુભાઈ તળશીભાઇ સાબળીયા, મકુભાઈ જીવરાજભાઈ બેરાણી, રામજીભાઈ દેવરાજભાઈ સાવલિયા એમ કુલ 5 વ્યક્તીની વાડીએ રાત્રિના 1:00 થી 4:00 ના ગાળામાં કોઈ અજાણ્યા ઈસેમોએ કૂવાની પાણી ખેંચવાની મોટરોની પાઇપ લાઈન તોડી કેબલ વાયર તથા પાણીની મોટર ચોરી કરવાનો બનાવ બન્યો છે. કુલ મળીને 51,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેની એફઆઇઆર જસદણ પોલિસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ચોરી થતાં જસદણ પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.