રાજકોટ મહાનગરપાલિકા ગાર્ડન શાખા દ્વારા વૃક્ષ/વૃક્ષની ડાળીઓ લગત ફરિયાદો નિકાલ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા ગાર્ડન શાખા દ્વારા વૃક્ષ/વૃક્ષની ડાળીઓ લગત ફરિયાદો નિકાલ.


રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા ગાર્ડન શાખા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલ મુખ્ય રસ્તાઓ પર નમી ગયેલ, ટ્રાફીકને અવરોધરૂપ અને સૂકા વૃક્ષો, ભયગ્રસ્ત વૃક્ષો/વૃક્ષોની ડાળીઓના જરૂરી સર્વે કરી આવા ભયગ્રસ્ત વૃક્ષો/વૃક્ષોની ડાળીઓને દૂર કરવા માટે રોશની વિભાગ, PGVCL તેમજ ટ્રાફીક પોલીસનો સહકાર મેળવી કામગીરી કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયા તથા ઝૂ અને ગાર્ડન સમિતિ ચેરમેન સોનલબેન સેલારાની સંયુક્ત યાદી જણાવે છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં અતિ ભારે વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોટી સંખ્યામાંવૃક્ષો/વૃક્ષોની ડાળીઓ પડી જવા પામેલ છે. ગાર્ડન શાખાના સ્ટાફ દ્વારા અવિરત અને મોડી રાત સુધી વૃક્ષો/વૃક્ષોની ડાળીઓના નિકાલની કામગીરી લગત વોર્ડના કોર્પોરેટરઓના સહયોગથી તાત્કાલિક કરવામાં આવેલ છે. તા.૨૫/૮/૨૦૨૪ થી તા.૨/૯/૨૦૨૪ દરમ્યાન નીચે પ્રમાણેની વિગતોએ વૃક્ષો/વૃક્ષોની ડાળીઓના નિકાલની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી ગાર્ડન શાખા દ્વારા રાઉન્ડ ધ ક્લોક ત્રણ શિફ્ટમાં જુદી જુદી ટીમો બનાવી કામગીરી કરવામાં આવી રહી છે. હાલ પણ જે વિસ્તારમાં વૃક્ષ/વૃક્ષની ડાળીઓ પડી હોય, તેને ઉપાડવાની કામગીરી ચાલુ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.