૬ ડિસેમ્બર શોર્ય દિને સુરત સિવિલ ડિફેન્સમાં વધુ એક રાષ્ટ્રપતિ મેડલ એનાયત
૬ ડિસેમ્બર શોર્ય દિને સુરત સિવિલ ડિફેન્સમાં વધુ એક રાષ્ટ્રપતિ મેડલ એનાયત.
સુરત ૬ ડિસેમ્બર શોર્ય દિને સુરત સિવિલ ડિફેન્સમાં વધુ એક રાષ્ટ્રપતિ મેડલ એનાયત.
સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝનાં ૬૧ માં સ્થાપના દિવસ નિમિત્તે હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ મુકામે યોજાયેલા ઉજવણી પ્રસંગે ગુજરાતનાં રાજય કક્ષાનાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સિવિલ ડિફેન્સ, સુરતનાં ડેપ્યુટી ચીફ વોર્ડન મોહંમદ નવેદ એ. શેખને સહરાનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગુજરાત ગૃહખાતાનાં અધિક ચીફ સેક્રેટરી મુકેશ પુરી (IAS), ડી. જી. પી. વિકાસ સહાય (IPS), સિવિલ ડીફેન્સ ડાયરેક્ટર અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ મનોજ અગ્રવાલ (IPS), ડેપ્યુટી ડાયરેક્ટર સિવિલ ડીફેન્સ ગૌતમ પરમાર (IPS), મેયર અમદાવાદ પ્રતિભાબેન જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
યુદ્ધ તેમજ કુદરતી અને માનવ સર્જીત આપત્તિ સમયે સેવા આપવા તાલીમબદ્ધ થયેલા સ્વયંસેવકો દ્વારા રચાયેલ સિવિલ ડીફેન્સમાં મોહંમદ નવેદ એ. શેખ ૨૪ વર્ષથી માનદ્દ સેવા આપી રહ્યા છે. તેમના દ્વારા શહેરનાં ૧૬૦૦૦ થી વધુ નાગરિકોને સિવિલ ડીફેન્સની તાલીમ આપવામાં આવી છે. કોવિડ -૧૯ લોકડાઉન સમયે ફૂડ પેકેટ અને મેડિકલ કીટ વિતરણ કરતી શહેરની સામાજિક સંસ્થાઓનું સંકલન, કોવિડ હોસ્પીટલ તેમજ પરપ્રાંતિયોને રેલ્વે દ્વારા તેમના વતન મોકલવાની કામગીરીમાં સિવિલ ડિફેન્સની ટીમે તેમના નેતૃત્વ હેઠળ સહરાનીય કામગીરી કરી હતી. તેમની અવિરત અને પ્રસંશનીય કામગીરી ધ્યાને લઇ કલેક્ટરશ્રી સુરત તથા ડાયરેક્ટર સિવિલ ડીફેન્સના રેકમેન્ડેશનથી સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મ દ્વારા સિવિલ ડીફેન્સના સર્વોચ્ચ ઈલકાબ "સિવિલ ડિફેન્સ પ્રેસીડેન્શીયલ મેડલ" આપવાની જાહેરાત કરી હતી, જે રાજ્યનાં ગૃહમંત્રીના હસ્તે તેમને વિધિવત રીતે ૬ ડિસેમ્બર શોર્ય દિવસે સવારે અર્પણ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.