ઝેપ્ટો-સ્વિગીમાંથી 95 કિ.ગ્રા. નોનવેજ ફૂડનો જથ્થો મળી આવ્યો, નાશ કરાયો
મહાશિવરાત્રિના તહેવાર પર મનપાના જાહેરનામા ભંગ કરનાર પર દરોડો
બન્ને કંપનીના સંચાલકો પાસેથી રૂ.10-10 હજારના દંડની વસૂલાત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે શહેરમાં કતલખાના બંધ રાખવા અને માંસ, મટન, મચ્છી તથા ચિકનના વેચાણ તથા સંગ્રહ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આમ છતાં ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ દ્વારા નોનવેજ ફૂડનું વેચાણ થતું હોવાની માહિતી મળતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બે સ્થળે દરોડા પાડી 95 કિલો નોનવેજ ફૂડનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો અને તેનો સોખડા ખાતે આવેલી ગાર્બેજ ડમ્પિંગ સાઇટમાં નાશ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
