શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત. નવજ્યોત વિદ્યાલય ખાતે પરમાર્થ અભિયાન ના સ્પર્ધક વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત - At This Time

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત. નવજ્યોત વિદ્યાલય ખાતે પરમાર્થ અભિયાન ના સ્પર્ધક વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત


શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત.
નવજ્યોત વિદ્યાલય ખાતે પરમાર્થ અભિયાન ના સ્પર્ધક વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત

દામનગર શહેર માં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત પરમાર્થ અભિયાન ના સ્પર્ધક વિદ્યાર્થી ભાઈ બહેનો ને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ નવજ્યોત વિદ્યાલય ખાતે યોજાયો શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રેરિત મુક પશુ ગાય કૂતરા ઓને નિયમિત રોટલી નાખવા ની શ્રીભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ની પ્રેરણાથી પ્રારંભયેલ "પરમાર્થ અભિયાન" મુહિમ શહેર ની દરેક શેક્ષણિક સંસ્થા ઓમાં સર્વસ્વીકાર્ય બની હજારો વિદ્યાર્થી ભાઈ બહેનો પોતા પોતા ના ઘર શેરી ગલી ઓમાં એક રોટલી ગાય કૂતરા ને નિયમિત રીતે નાખતા આજે ૩૦૦૦ થી વધુ ઘર પરિવારો સુધી વિસ્તરેલી અબોલ જીવો પ્રત્યે કરુણા દર્શાવતી આ મુહિમ માં સેલ્ફી દ્વારા વધુ વ્યાપક બની આ અભિયાન માં ઉત્સાહભેર ભાગ લેનાર છાત્રો ને પ્રમાણપત્ર એનાયત કરતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના હરજીભાઈ નારોલા સંજયભાઈ તન્ના અશ્વિનભાઈ ખખ્ખર બટુકભાઈ શિયાણી ના હસ્તે હજારો વાલી ઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનો ની વિશાળ ઉપસ્થિતિ માં નવજ્યોત વિદ્યાલય પરિસર માં પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો હતો
"જગત નો સૌથી પ્રાકૃતિક ધર્મ એટલે પ્રકૃતિ માં વિહાર કરતા દરેક જીવ પ્રત્યે દયા રાખવી" ના સુંદર સદેશ આપતા અગ્રણી ઓ "અન્નયજ્ઞ"આ વિશેષ સેવા પ્રદાન બદલ નવજ્યોત વિદ્યાલય ના છાત્રો ની સવિશેષ સેવા ની સુપેરે નોંધ લેતા મહામુભવો એ અબોલ જીવો પ્રત્યે ની સંવેદના ની સરાહના સાથે ખૂબ શુભેચ્છા વ્યક્ત કરી નવજ્યોત વિદ્યાલય ની સેવાપ્રદાન બદલ વિદ્યાર્થી ઓનો ઉસ્તાહ વધારતા સ્થાનિક અગ્રણી ઓના વરદહસ્તે "પરમાર્થ અભિયાન" સ્પર્ધક વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરતા ભુરખિયા ટ્રસ્ટ ના ટ્રસ્ટી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ એ જીવદયા પ્રવૃત્તિ બદલ પ્રોત્સાહત કરતું માર્ગદર્શન સાથે વિશિષ્ટ સન્માનપત્ર આપી જીવદયા અંગે સુંદર સદેશ આપ્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.