રાજકોટ મિશન શક્તિ અંતર્ગત બાલિકા પંચાયતની રચના અને કામગીરી વિષે તાલીમ યોજાઈ.
રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૪ ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.જનકસહિં ગોહિલના માર્ગદર્શન હેઠળ ભારત સરકારની "મિશન શક્તિ" યોજનાની પેટા યોજના "બેટી બચાઓ બેટી પઢાઓ" અંતર્ગત નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન.જી.ગોહિલના અધ્યક્ષસ્થાને શ્રી લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહ, રાજકોટ ખાતે બાલિકા પંચાયતની રચના અને કામગીરી અંગે રાજકોટ જિલ્લાની મુખ્ય સેવિકા બહેનોની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં દીકરી જન્મને પ્રોત્સાહન, વિવિધ ગ્રામ વિસ્તારમાં બાલિકા પંચાયતની રચના અને તેના માટે દીકરીઓને પ્રશિક્ષિત કરવા વિષે વિસ્તારપૂર્વક ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મુખ્ય સેવિકા બહેનોને બિરદાવવામાં આવ્યા હતા. તાલીમમાં સંકલિત બાળ વિકાસ કચેરીના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.