મુખ્યમંત્રી દ્વારા સ્કૂલ બાળકો માટે ઓનલાઈન ઓપન કોર્સનું લોન્ચ
અમદાવાદમુખ્યમંત્રી
ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે ગુજરાત યુનિ.ના જીયુસેક ખાતે સ્કૂલ બાળકો માટે તૈયાર
કરાયેલા માસીવ ઓનલાઈન ઓપન કોર્સનુ લોન્ચિંગ કરવામા આવ્યુ હતું. સ્કૂલ લેવલથી
જ બાળકોમાં ઈનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપની સમજ આવે અને ઈનોવેશન શીખે તે માટે જીયુસેક
અને યુનિસેફ હેઠળ વિક્રમ સારાભાઈ નેશનલ ચિલ્ડ્રન ઈનોવેશન સેન્ટર દ્વારા તૈયાર કરાયેલા
માસીવ ઓનલાઈન ઓપન કોર્સને મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામા આવ્યા હતા.આ પ્રસંગે શિક્ષણમંત્રી ઉપરાંત યુનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યા અને રજિસ્ટ્રાર ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ બાળકો
યુનિ.કેમ્પસમાં મુલાકાત લઈ ચુક્યા છે અને પ્રાયમરી લેવલની ઈવોવેશન ટ્રેનિંગ લઈ
ચુક્યા છે.જેમાં બાળકોને ડિઝાઈન થિકિંગ પ્રોસેસ અંગે સમજ આપવામા આવી છે.યુનિ.ના હર સ્ટાર્ટઅપ પ્રોગ્રામથી ગુજરાતને નેશનલ લેવલે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સ્થાન મળ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.