મહારાષ્ટ્ર કેબિનેટની ફોર્મ્યુલા નક્કી:CM ફડણવીસ મોદી-અમિત શાહને મળ્યા, પવાર દિલ્હીમાં, પણ શિંદેની ગેરહાજરી; ગૃહ મંત્રાલયને લઈને મથામણ - At This Time

મહારાષ્ટ્ર કેબિનેટની ફોર્મ્યુલા નક્કી:CM ફડણવીસ મોદી-અમિત શાહને મળ્યા, પવાર દિલ્હીમાં, પણ શિંદેની ગેરહાજરી; ગૃહ મંત્રાલયને લઈને મથામણ


કેબિનેટ અંગેનો નિર્ણય 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં સરકાર બન્યાના 7 દિવસ બાદ ગુરુવારે લેવામાં આવી શકે છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓ બુધવારે મોડીરાત્રે ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. સૂત્રોએ દાવો કર્યો હતો કે શાહ સાથેની બેઠક દરમિયાન કેબિનેટની ચર્ચા થઈ હતી. બેઠકમાં કેબિનેટની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. કેબિનેટ વિસ્તરણ અને મંત્રીઓના શપથ 14 ડિસેમ્બરે થઈ શકે છે. ડેપ્યુટી સીએમ અજિત પવાર પણ દિલ્હીમાં હાજર છે. શાહને મળવા તેઓ સંસદ પણ પહોંચ્યા છે. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે દિલ્હી પહોંચ્યા નથી. મહારાષ્ટ્ર કેબિનેટ ફોર્મ્યુલા- ભાજપ પાસે સૌથી વધુ મંત્રીઓ
સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહ-ફડણવીસની બેઠક દરમિયાન કેબિનેટની ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગઈ છે અને એની અંતિમ મંજૂરી આજે મળી શકે છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીપદની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ભાજપને 20, શિવસેનાને 12 અને NCPને 10 મંત્રીપદ આપવામાં આવી શકે છે. રાજ્યમાં સીએમ સહિત કુલ 43 મંત્રી હોઈ શકે છે. ગૃહ મંત્રાલયને કારણે કેબિનેટ વિસ્તરણ અટક્યું 2 દિવસ પહેલાં ફડણવીસ-શિંદે-પવારે 90 મિનિટ સુધી બેઠક યોજી હતી
મંગળવારે રાત્રે સીએમ ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવારે લગભગ દોઢ કલાક સુધી બેઠક કરી હતી. આ બેઠકમાં મંત્રીમંડળની રચના, વિભાગોની વહેંચણી, વિવિધ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ અને નિગમોના અધ્યક્ષોની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ વલસે પાટીલે આ બેઠક બાદ કહ્યું હતું કે સીએમ ફડણવીસ નક્કી કરશે કે કોને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે અને કોને નહીં. ફડણવીસ સીએમ, 23 હજાર કરોડના ધારાવી પ્રોજેક્ટનું શું વિધાનસભા ચૂંટણી પહેલાં વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીએ તેના ઢંઢેરામાં વચન આપ્યું હતું કે જો સરકાર બનશે તો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ રદ કરવામાં આવશે. ગઠબંધનના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટની મુંબઈ પર ખરાબ અસર પડશે. હવે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ સરકાર રચાયા બાદ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ આગળ વધવાની આશા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.