બોટાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કુદરતી કે માનવસર્જીત આપત્તિ સમયે સ્વબચાવ અને અન્યને મદદરૂપ થવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કુદરતી કે માનવસર્જીત આપત્તિ સમયે સ્વબચાવ અને અન્યને મદદરૂપ થવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,બોટાદ સંચાલિત પંડિત દિનદયાળ પ્રાથમિક શાળાનં-૧ અને કવિ શ્રી બોટાદકર પ્રાથમિક શાળા નં-૩ બોટાદ ખાતે આપત્તિ સમયે કેવા પગલા લેવાથી જાનહાનિ અને માલહાનિ નિવારી શકાય? તે વિશે વધારેમાં વધારે જાગૃતિ ફેલાય તેવા આશયથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર મેહુલ બોટાદરા દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકઓ તેમજ આચાર્ય અચાનક આવી પડતી કુદરતી કે માનવસર્જીત આપત્તિ સમયે સ્વબચાવ અને અન્યને મદદરૂપ થવા તથા આપત્તિ સમયે લેવાના તકેદારીના પગલાં અને લાઇફ જેકેટ, અગ્નિશમન યંત્ર જેવા વિવિધ સંશોધનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન વડે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ ફર્સ્ટ એડ, ધરતીકંપ, પૂર, વાવાઝોડું, આગ, ગેસ લીકેજ, રેલ દુર્ઘટના, સાપ કરડવો વગેરે ઘટનાઓ અંગે લેવાના થતા પગલાં વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.