ડીવાઈન સિલ્ક પરીવાર અને કીરણ હૉસ્પિટલ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પ માં ૨૩૦ બોટલ રક્તદાન એકત્રિત થયું - At This Time

ડીવાઈન સિલ્ક પરીવાર અને કીરણ હૉસ્પિટલ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પ માં ૨૩૦ બોટલ રક્તદાન એકત્રિત થયું


ડીવાઈન સિલ્ક પરીવાર અને કીરણ હૉસ્પિટલ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પ માં ૨૩૦ બોટલ રક્તદાન એકત્રિત થયું

સુરત મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ જરૂરીયાતમંદ ની જીંદગી બચાવવા ઉતરાયણ પૂર્વે બ્લડ ડોનેશન કેમ્પ કરી સમાજ માટે સેવાનો નમ્ર પ્રયાસ કરતા સુરતના ડીવાઈન સિલ્ક પરીવાર અને કીરણ હૉસ્પિટલ નો માનવતાવાદી અભિગમ
કિરણ હોસ્પીટલના સહયોગથી અને ડીવાઈન સિલ્ક પરીવાર દ્વારા તા.૧૧ જાન્યુઆરી એ બ્લડ ડોનેશન કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સેવાકાર્ય માં સુરેશભાઈ શિંગાળા, શાંન્તિભાઈ શિંગાળા, અમિતભાઇ શિંગાળા, દિપકભાઈ વૈષ્ણવ અને ડિવાઈન સિલ્ક પરિવાર સગા સબંધીઓ, અને સૌરાષ્ટ્ર ટ્રેડર એસોસિયેશન કોસ્ટા એસોસિએશન શ્રી કુબેરજી ટ્રેકશ્યલ ગ્રુપ વિવર ગ્રુપ ડાઈડ ગ્રુપ એમ્બ્રોડરી ગ્રુપ હેન્ડવર્ક ગ્રુપ તમામ ગૌશાળા ગ્રુપ અને આદરણીય મહેમાનો શ્રી કૈલાશ હોકિમ સર ફોસ્ટા પ્રેસિડેન્ટ અને માનનીય ગ્રીનઆર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ના સક્રિય સૈનિકો મનસુખભાઈ કાસોદરીયા હેલ્પીંગ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ મહેશભાઇ ભુવા સહિત અનેક સેવાભાવી સંસ્થાન ના સૂત્રધાર શ્રી ની ઉપસ્થિતિ માં મહેમાનો નું પુષ્પગુચ્છ થી અભીવાદન કરી મોમેન્ટો અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યાં હતાં
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કીરણ હૉસ્પિટલ ના સહયોગ થી ડિવાઈન સિલ્ક પરીવાર દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ માં બહોળી સંખ્યામાં રકતદાન કરવા રક્તદાતા લાઈનો લગાવી હતી સૌના સાથ સહકાર થી આશરે ૨૩૦ બોટલ યુનિટ એકત્ર થઈ હતી. તમામ રક્તદાતા ઓને સન્માન પત્ર પાઠવી સન્માનીત કરાયા હતાં

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.