સિમલામાં ફરી આભ ફાટ્યું, 132 રસ્તા બંધ:રોડનો આખો હિસ્સો જ ધોવાઈ ગયો; MP- UP, રાજસ્થાન સહિત 19 રાજ્યોમાં હજુ ભારે વરસાદનું એલર્ટ
હિમાચલ પ્રદેશના સિમલામાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટ્યા બાદ હજુ પણ ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે 132 રસ્તાઓ બંધ છે. સિમલાના રામપુરમાં આભ ફાટવાથી તેની ચપેટમાં આવી 30 મીટર લાંબો રોડ આખો ધોવાઈ ગયો છે. વહીવટી તંત્રએ સમગ્ર વિસ્તારમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ તરફ કિન્નૌર અને ચંબામાં ભૂસ્ખલનને કારણે કેટલાક રસ્તાઓ બંધ છે. ઓડિશાના 30 જિલ્લામાં પૂરની આશંકા છે. રાજ્ય સરકારે તમામ જિલ્લાના ડીએમને એલર્ટ મોડ પર રહેવાનો આદેશ આપ્યો છે. માછીમારોને પણ દરિયામાં ન જવા કહેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે યમુના નદીનું જળસ્તર અને વહેણ તેજ છે. આગ્રામાં યમુના નદીમાં બે ભાઈઓ તણાઈ ગયા હતા. તે ફિરોઝાબાદ જિલ્લાનો રહેવાસી હતા. તરવૈયાઓએ શનિવારે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હવામાન વિભાગે રવિવારે (18 ઓગસ્ટ) મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. આ તરફ પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આભ ફાટવાથી અત્યાર સુધીમાં 32 લોકોના મોત
હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં 31 જુલાઈના રોજ આભ ફાટવાથી આવેલા અચાનક પૂરથી મૃતકોની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, કુલ્લુના નિરમંડ, સૈન્જ અને મલાણા, મંડી, પધર અને સિમલાના રામપુરમાં અચાનક આવેલા પૂરની ઘટનામાં ઓછામાં ઓછા 23 લોકો હજુ પણ ગુમ છે. દેશભરના વરસાદની તસવીરો... કર્ણાટકમાં ચોમાસામાં 67 લોકોના મોત 19 ઓગસ્ટે 16 રાજ્યોમાં વરસાદ રાજ્યોમાં હવામાનની સ્થિતિ... રાજસ્થાનઃ અત્યાર સુધીમાં 50% વધુ વરસાદ પડ્યો, આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ નથી રાજસ્થાનના લોકોને હવે ભારે વરસાદથી રાહત મળવા લાગી છે. શનિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સ્વચ્છ અને તડકો રહ્યું હતું. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં કોઈપણ જગ્યાએ ભારે વરસાદનું એલર્ટ નથી. હવે 22 ઓગસ્ટ પછી વરસાદની સંભાવના છે. હરિયાણાઃ 14 જિલ્લામાં વરસાદનું એલર્ટ, 24 કલાકમાં 7 જિલ્લામાં વરસાદ, સોનીપતમાં સૌથી વધુ વરસાદ હરિયાણામાં ઓગસ્ટમાં ચોમાસું મહેરબાન રહ્યું છે. સતત સાત દિવસના વરસાદ બાદ હવામાન વિભાગે 14 જિલ્લામાં ફરી વરસાદની આગાહી કરી છે. જોકે આ જિલ્લાઓમાં વરસાદને લઈને કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી, પરંતુ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.