ક્લાઈમેટ ચેન્જના કારણે હવામાનની સચોટ આગાહી કરવાનુ પડકારજનક બની રહ્યુ છેઃ હવામાન વિભાગ - At This Time

ક્લાઈમેટ ચેન્જના કારણે હવામાનની સચોટ આગાહી કરવાનુ પડકારજનક બની રહ્યુ છેઃ હવામાન વિભાગ


નવી દિલ્હી, તા. 7. ઓગસ્ટ 2022 રવિવારભારતના હવામાન વિભાગે સ્વીકાર્યુ છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે હવે હવામાનની સચોટ આગાહીઓ કરવાનુ કામ વધારે ને વધારે પડકારજનક બની રહ્યુ છે.હવામાન વિભાગના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાના કહેવા પ્રમાણે ક્લાઈમેટ ચેન્જના કારણે હવામાનમાં આવી રહેલા બદલાવથી આગાહી કરવાની એજન્સીઓની ક્ષમતા પણ પ્રભાવિત થઈ રહી છે.તેના કારણે દેશમાં ભારે વરસાદના મામલા વધ્યા છે અને હળવા વરસાદના મામલા ઓછા થઈ રહ્યા છે.તેમણે કહ્યુ હતુ કે, હવામાન વિભાગ પાસે 1901થી લઈને અત્યાર સુધીનો ડેટા છે અને તેમાં ઉત્તર પૂર્વી અને પૂર્વોત્તર ભારતના કેટલાક હિસ્સામાં ઓછો વરસાદ જોવા ળી રહ્યો છે.આખા દેશની વાત કરવામાં આવે તો ચોમાસાનો કોઈ સ્પષ્ટ ટ્રેન્ડ નજરે પડી રહ્યો નથી.ચોમાસુ અનિયમિત છે અને તેમાં વ્યાપક પણે ઉતાર ચઢાવ જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સંસદમાં તાજેતરમાં કહ્યુ હતુ કે, યુપી, બિહાર, બંગાળ, મેઘાલય અને નાગાલેન્ડમાં છેલ્લા 30 વર્ષોમાં વરસાદમાં ઘટાડો થયો છે.દરમિયાન મહાપાત્રાએ કહ્યુ હતુ કે, દેશમાં 1970થી અત્યાર સુધીના ડેટાને જોવામાં આવે તો ભારે વરસાદવાળા દિવસો વધ્યા છે અને ઓછા વરસાદવાળા દિવસો ઘટયા છે.જેનો અર્થ એ છે કે, જો વરસાદ નથી થતો તો એકદમ નથી થતો અને જો વરસાદ પડે છે તો ભારે વરસાદ પડે છે.આની પાછળનુ કારણ ક્લાઈમેટ ચેન્જ છે તેવુ સંખ્યાબંધ સંશોધનોમાં સાબિત થયુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.