દાવો-કિમ જોંગ ઇચ્છે છે કે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બને:તેઓ ઉત્તર કોરિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો દૂર કરશે; ટ્રમ્પે કહ્યું હતું- તાનાશાહ મને મીસ કરતા હશે
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ઈચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બને. ક્યુબામાં ઉત્તર કોરિયાના ડિપ્લોમેટ રહી ચુકેલા રી ઇલ ક્યૂએ BBCને આ માહિતી આપી હતી. રી ઇલે કહ્યું કે ઉત્તર કોરિયા હજુ પણ માને છે કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકા સાથે પરમાણુ હથિયાર કાર્યક્રમ માટે સમજૂતી કરવી સરળ બનશે. ખરેખરમાં, ગયા મહિને રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "મને લાગે છે કે કિમ જોંગ મને મિસ કરતા હશે. તેઓ પણ ઈચ્છે છે કે હું રાષ્ટ્રપતિ બનું." ઉત્તર કોરિયાના ભૂતપૂર્વ ડિપ્લોમેટ રી ઇલના જણાવ્યા અનુસાર, કિમ જોંગ ટ્રમ્પ સાથે મળીને અમેરિકા સાથે સમજુતી કરવાના પ્રયાસ કરશે. 'અમેરિકા છેતરપિંડી કરનાર દેશ, વચનો પૂરા નથી કરતું'
ટ્રમ્પના નિવેદન પર ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી KCNAએ લખ્યું હતું કે અમેરિકા એક દગાખોર દેશ છે જે ક્યારેય પોતાના વચનો પૂરા નથી કરતો. આ પછી ઉત્તર કોરિયાએ પણ ટ્રમ્પના નિવેદન પર સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી. પ્યોંગયાંગે કહ્યું હતું કે કોઈપણ પક્ષની જીતથી અમેરિકાની નીતિઓ પર કોઈ અસર પડતી નથી. તેથી, અમેરિકામાં રાષ્ટ્રપતિ કોણ બને તેનાથી ઉત્તર કોરિયાને કોઈ ફરક પડતો નથી. 'પ્રતિબંધ હટાવવા માટે ઉત્તર કોરિયા અમેરિકાને ખોટા વચનો આપશે'
બીબીસી સાથે વાત કરતા રી ઇલે કહ્યું, "ઉત્તર કોરિયા તેના પરમાણુ શસ્ત્રો ક્યારેય ખતમ કરશે નહીં. તે પ્રતિબંધો હટાવવાના બદલામાં તેના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમને સમાપ્ત કરવા માટે યુએસ સાથે ડીલ કરી શકે છે. પરંતુ તે ડીલ એક વિશ્વાસઘાત હશે." કોરિયા પ્રતિબંધો હટાવવા માટે જ અમેરિકાને આ વચન આપશે." અમેરિકા સાથેની સમજૂતી બાદ ઉત્તર કોરિયાએ 2012માં તેના પરમાણુ હથિયારોના કાર્યક્રમોને સ્થગિત કરી દીધા હતા. તેના બદલામાં અમેરિકાએ ઉત્તર કોરિયાને ખાવા-પીવાની ચીજો આપવાનું વચન આપ્યું હતું. જો કે, તેના થોડા સમય પછી, ઉત્તર કોરિયાએ સૈન્ય પરેડમાં રોકેટ લોન્ચર અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો પ્રદર્શિત કરી. આ પછી બંને દેશો વચ્ચેનો કરાર રદ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ કિમ જોંગને લિટલ રોકેટ મેન કહેતા હતા
ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન કિમ જોંગને 'લિટલ રોકેટ મેન' નામ આપ્યું હતું. 2018માં જ્યારે તત્કાલીન યુએસ સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયો ઉત્તર કોરિયાની મુલાકાતે ગયા હતા, ત્યારે ટ્રમ્પે કિમને ભેટ તરીકે બ્રિટિશ ગાયક એલ્ટન જોનના ગીત 'રોકેટ મેન'ની સીડી ભેટ આપી હતી. પોમ્પિયોની મુલાકાતનો હેતુ ઉત્તર કોરિયાને પરમાણુ હથિયાર બનાવવાથી રોકવાનો હતો. આ વર્ષે કિમ જોંગે પોતાની નયુક્લિયર ટેસ્ટ ફ્લાઈટનો નાશ કર્યો હતો. તેને જોવા માટે ઘણા વિદેશી પત્રકારોને પણ બોલાવવામાં આવ્યા હતા. 2018માં સિંગાપોરમાં સમિટ દરમિયાન યુએસ અને ઉત્તર કોરિયા વચ્ચે એક નવો કરાર થયો હતો. આ અંતર્ગત બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અને કોરિયન દ્વીપકલ્પને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા પર સહમતિ સધાઈ હતી. કરાર છતાં પરમાણુ સમજૂતી થઈ શકી નથી
સમજુતીની શરતોને મામલે 2019માં બંને દેશો વચ્ચે ફરીથી વિવાદ થયો. આ પછી કિમ જોંગે ટ્રમ્પને પત્ર લખીને ઉત્તર કોરિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. 30 જૂન, 2019ના રોજ, ટ્રમ્પ ઉત્તર કોરિયાની મુલાકાત લેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. જો કે બંને દેશો વચ્ચે પરમાણુ સમજૂતી થઈ શકી નથી. 6 ઓક્ટોબર, 2019ના રોજ કિમ જોંગે પરમાણુ શસ્ત્રો પર યુએસ સાથેની તમામ ચર્ચાઓ સમાપ્ત કરી. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જ્યાં સુધી અમેરિકા પ્યોંગયાંગ પરના પ્રતિબંધો હટાવે નહીં ત્યાં સુધી બંને દેશો વચ્ચે કોઈ વાતચીત નહીં થાય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.