*રોકડ રૂ.૩૦,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ - At This Time

*રોકડ રૂ.૩૦,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફનાં અધિકારી/ માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૧/૧૨/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન *બાતમી મળેલ કે,* ભાવનગર, ચિત્રા-સીદસર રોડ, ખોડીયાર ચોક, રાજેશભાઇ રાઠોડના રહેણાંક મકાન પાસે જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો ગંજીપત્તાના પાના-પૈસાથી હાથકાંપનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

*આરોપીઃ-*
1. ઇકબાલભાઇ ઉર્ફે દયતુ હુસૈનભાઇ ડેરૈયા ઉ.વ.૪૪ રહે.૧૫,સ્નેહમિલન સોસાયટી, અક્ષર પાર્ક રોડ, હાદાનગર, ભાવનગર
2. ઘનશ્યામ દુર્લભજીભાઇ મકવાણા ઉ.વ.૪૨ રહે.પ્લોટ નંબર-૨૬/બી,સરીતા સોસાયટી, ભાવનગર
3. મુસ્તુફા પીરૂભાઇ કુરેશી ઉ.વ.૩૭ રહે.પ્લોટ નં.૦૬, રામજી મંદિર પાસે, હાદાનગર, ભાવનગર
4. રાજુભાઇ રાઘવભાઇ રાઠોડ ઉ.વ.૪૭ રહે.મફતનગર, ખોડિયાર ચોક,સીદસર- ચિત્રા રોડ, ભાવનગર
5. જયસુખ પુનાભાઇ જમોડ ઉ.વ.૩૨ રહે.પ્લોટ નં.૨૬૮, અક્ષર પાર્ક, કુંભારવાડા પાસે, ભાવનગર
6. રાજેશભાઇ ભુપતભાઇ જમોડ ઉ.વ.૩૮ રહે.રામદેવનગર,રામાપીરના મંદીર પાસે,કુંભારવાડા,ભાવનગર
7. ભરતભાઇ મેપાભાઇ રાંઘાણી ઉ.વ.૩૯ રહે.મફતનગર, નરેશભાઇ લાલજીભાઇના મકાનમાં, સીદસર-ચિત્રા રોડ, ભાવનગર હાલ-બી/૭૪, કુબેરનગર-૦૨,પંડોળની બાજુમાં,કતારગામ, સુરત

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
ગંજીપત્તાના પાના-૫૨ તથા રોકડ રૂ.૩૦,૧૦૦/- મળી *કુલ કિ.રૂ.૩૦,૧૦૦/- નો મુદ્દામાલ*

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.