વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને તહેવારના દિવસોમાં હજજારો લોકોએ શીશ ઝુકાવ્યું - At This Time

વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને તહેવારના દિવસોમાં હજજારો લોકોએ શીશ ઝુકાવ્યું


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નજીક આવેલ વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે સાતમ આઠમના તહેવારોમાં દેશભરના હજજારો લોકોએ આવી મહાદેવને શીશ ઝુકાવ્યું હતું ખાસ કરીને વહીવટીતંત્રએ સવ્યમસેવકોને સાથે રાખી જે કામ કર્યું તેનાથી અહી આવનાર દરેક ભાવિકોને પાણીથી લઈ ચા ભોજન દર્શનના કાર્યમાં ભારે રાહત પહોંચી હતી. ખાસ કરીને જસદણના નવાગામના શાસ્ત્રી શ્રી આશિષકુમાર ભટ્ટ
રાજકોટથી પરિવાર સાથે દર્શન માટે આવ્યાં હતાં તેમણે ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરમાં માનદ્ વહીવટદાર તરીકે વર્ષોથી સેવા આપતા મનુભાઈ શીલુની કામગીરી બિરદાવી હતી. આમ તો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી મોટી સંખ્યામાં આસ્થાળુંઓ ની ભીડ જામી હતી પણ સાતમ આઠમના તહેવારોમાં હજજારો લોકો દેશભરમાંથી આવ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.