ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી કોલેજીયન યુવતીના અશ્લીલ ફોટા ડીપીમાં ચડાવ્યાં
રાજકોટમાં રહેતી કોલેજીયન યુવતીને સમાજમાં બદનામ કરવા ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી યુવતીના અશ્લીલ ફોટા ડીપીમાં ચડાવતાં સાયબર ક્રાઈમે ઓખા મંડળના મેહુલ સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે અયોધ્યા ચોક પાસે સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઇન્સ્ટાગ્રામ i am sorry અને મો.નં.<a href="tel:6354542497">6354542497 ના ધારક મેહુલ રણમલભા (રહે. સુરજકરાડી, ઓખા મંડળ) નું નામ આપતાં સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમજ અયોધ્યા ચોક પર આવેલ એક ઓફીસમાં નોકરી કરે છે. તેમના ઈન્સ્ટાગ્રામ આઈડીમા ગઇ તા. 13 ના કોઈ અજાણ્યા ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. i am sorry આઈડીમાથી ખરાબ મેસેજ તથા તેણીના અશ્લીલ ફોટો તે ફેક આઈડીની ડીપીમા રાખી તેમને હેરાન કરી સમાજમા બદનામ કરવાના ઈરાદે રાખેલ હતાં. જે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. વાળા વિરૂધ્ધ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબરમાં કોલ કરી અરજી નોંધાવેલ હતી.
જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા તે ઇન્સ્ટાગ્રામ આઇડીના આઇપી નંબર પરથી જાણવા મળેલ કે, મો.નં. <a href="tel:6354542497">6354542497 માંથી મેસેજ આવેલ છે. જે મોબાઇલ નંબર કેર મેહુલ રણમલભાનો હોવાનું ખુલતાં તેના વિરૂદ્ધ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી સાયબર ક્રાઇમ પીઆઈ એસ.ડી.ગિલવા અને ટીમે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.