લો બોલો ચેખલાપગી ગામના મંદિરમાંથી ચોર મંદિરની દાનપેટી ઉઠાવી ચાલતો થયો
દહેગામના ચેખલાપગી ગામમાં એક મંદિરમાં રાત્રે 12 વાગ્યાંની આસપાસ એક અજાણ્યા ચોરે આખું ગામ માથે કરયું હતું જેમાં રાત્રે 12 વાગ્યાની આસપાસ આવેલ આ ચોરે ગામના જેઠુભા વાસમાં આવેલ સધીમાતાના મંદિરની પેટી રીતસર ખભે ઉઠાવી ચોર ચાલતો થયો જેથી આજુબાજુના કેટલાક લોકો નિંદ્રામાંથી જાગી તપાસ કરતા ચોરને દાનપેટી લઇ ભાગતો જોતા જ તેની પાછળ ગામના લોકોએ બુમાબુમ કરી પાછળ ભાગતા જ ચોરના છક્કા છૂટી ગયા અને દાનપેટી રસ્તામાં જ મૂકી ચોર ફરાર થઇ જવા પામ્યો હતો જે બાદ ગામલોકો આ દાનપેટી મંદિરમાં મૂકી આવ્યા હતા.
હવે દિન પ્રતિદિન કેટલાક અસામાજિક તત્વો તેમજ આવા ચોરો ગ્રામ પંથકમાં પણ દેખાતા થઇ જતા ગ્રામજનોમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે જેમાં ઘઉ વાઢવાની સીઝન હોવાથી થાકી પાકી ખેતરમાંથી આવેલા ખેડૂતો ચોરની બીકે રાત્રે પોતાના ઘરે ઉજાગરા કરી ચોકીદારી કરે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
