રાજકોટમાં લાંચ લેતાં પકડાયેલાં CFO અનિલ મારૂના રાજકોટ અને કચ્છ સ્થિત આવાસે દરોડા
રાજકોટમાં થોડાં સમય પહેલાં જ ભ્રષ્ટ અધિકારીઓના લીધે ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ ઘટના ઘટી હતી જેમાં 27 જિંદગી હોમાઈ જતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ચોધાર આંસુએ રડયું હતું. પરંતુ અધિકારીઓ આગમાં દાઝી ગયા પછી પણ ભ્રષ્ટાચાર છોડતા ન હોય તેનું ઉતમ ઉદાહરણ ફરીવાર રાજકોટમાં જોવા મળ્યું છે.
બેનામી સંપતિના ગુનામાં મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફ્સિર ખેર અને પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા જેલહવાલે થયા બાદ 43 દિવસથી ભૂજના ચીફ ફાયર ઓફિસર એ.બી.મારૂને રાજકોટ મનપાના ચીફ ફાયર ઓક્સિરને ચાર્જ સોપવામાં આવ્યો હતો.
તેણે પણ ભ્રષ્ટતાના સોગંધ લીધાં હોય તેમ ફાયર એનઓસી માટે 1.20 લાખ કટકટાવી લીધા બાદ વધુ 1.80 લાખની લાંચ સ્વીકારતા જામનગર એસીબીએ તેને ઓફિસમાં જ દબોચી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં રહેતા અને ફાયર સેફ્ટી ફીટીંગનું કામ કરતા અરજદારે એક ઈમારતમાં કરેલ ફીટીંગ અંગેનું ફાયર એનઓસી લેવાનું હોય જે અંગે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ બેચરભાઈ મારૂનો સંપર્ક સાધ્યો હતો.
તેણે 3 લાખની લાંચ માંગી હતી જે તે વખતે રૂ.1.20 લાખ ચૂકવી દીધા બાદમાં બાકી રહેતા રૂ.1.80 લાખ અરજદાર આપવા માંગતા ન હોય જેથી એસીબીમાં ફરીયાદ કરી હતી. હરકતમાં આવેલ એસીબીના ઇન્ચાર્જ નિયામક કે.એચ. ગોહિલે ટ્રેપને સફળ બનાવવા જામનગર એસીબી પીઆઈ આર.એન.વિરાણી અને ટીમને જવાબદારી સોંપતા ટીમે મનપાની સેન્ટ્રલ ઝોન ફાયર કચેરી બહાર છટકું ગોઠવ્યું હતું.
ફરિયાદીએ રૂ. 1.80 લાખ આપતા જ તેમની સાથે અરજદારના સ્વાંગમાં રહેલ એસીબી સ્ટાફે ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને લાંચ લેતા રંગેહાથ દબોચી લીધો હતો.એસીબીની સફળ ટ્રેપની વાત વાયુવેગે ફેલાઈ જતા ખળભળાટ મચી ગયો હતો. લાંચિયો અધિકારી અનિલ મારૂ 43 દિવસની રાજકોટમાં થયેલ કારકિર્દીમાં જ એસીબીમાં ઝડપાઈ ગયો છે ડીવાયએસપી કે એચ ગોહિલ સહિતે વિધિવત ધરપકડ કરી 150 રીંગરોડ પર એચેસીજી હોસ્પિટલ સામે આવેલ કલાઉડ નાઇન નામની રેસીડેન્સીમાં ભાડાના ફ્લેટમાં રહેતાં અનિલ મારૂના મકાનમાં સર્ચ હાથ ધર્યું હતું.
પરંતુ મોડી રાત સુધી કંઈ શંકાસ્પદ હાથ ન લાગ્યું હતું. તેમજ એસીબીની એક ટીમે તેમના મૂળ વતન ભુજના કૂકમાં ગામે આવેલ મકાન પર પણ સર્ચ હાથ ધર્યું હતું. આજે બપોર બાદ લાંચિયા અધિકારીને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જે બાદ વધું તપાસ હાથ ધરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
અગાઉ અગ્નિકાંડમાં 27 લોકોએ ગુમાવેલ જીવના બનાવમાં બે-જવાબદારી દાખવનાર ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા અને સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી જેલભેગા કરી દેવામાં આવ્યા છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.