શિશુવિહાર ખાતે શ્રી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી/ ભાવનગર સંસ્થા દ્વારા ૪૦ % વળતર સાથે પુસ્તક મેળો ખુલ્લો મુકાયો - At This Time

શિશુવિહાર ખાતે શ્રી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી/ ભાવનગર સંસ્થા દ્વારા ૪૦ % વળતર સાથે પુસ્તક મેળો ખુલ્લો મુકાયો


શિશુવિહાર ખાતે શ્રી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી/ ભાવનગર સંસ્થા દ્વારા ૪૦ % વળતર સાથે પુસ્તક મેળો ખુલ્લો મુકાયો.
ભાવનગર શિશુવિહાર સંસ્થા ભાવનગર ખાતે શ્રી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી/ ભાવનગર સંસ્થા દ્વારા ૪૦ % વળતર સાથે પુસ્તક મેળો ખુલ્લો મુકાયો.
પુસ્તક મેળાના ઉદ્ઘાટન સમારંભમાં શિશુવિહાર સંસ્થાના શ્રી પરેશભાઈ પાઠક દ્વારા સ્વાગત કરવામાં આવેલ. શિશુવિહાર સંસ્થાના પ્રમુખશ્રી રાજુભાઈ દવે, શ્રી નવનીતભાઈ રાઠોડ, ડૉ. નેહલ ત્રિવેદી અને આયોજક સંસ્થા વી.આર. ટી.આઈ ના શ્રી મધુભાઈ ચૌધરી, શ્રી ગોરધનભાઈ ( કવિ) દ્વારા દીપ પ્રાગટ્ય થી પુસ્તક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો. આ પ્રસંગે વી.આર.ટી.આઇ સંસ્થા અને શ્રી ગોરધનભાઈ દ્વારા શિશુવિહારના પુસ્તકાલયને ₹ ૧૦૦૦૦ ના પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા. જ્યારે સંસ્થાના પ્રમુખશ્રી દ્વારા આ પ્રકારે જ્ઞાનપર્વ યોજવા બદલ શ્રી ગોરધનભાઈનું સન્માન કરેલ.
પુસ્તક મેળા દરમિયાન મુલાકાતીઓ 40% ડિસ્કાઉન્ટ સાથે બાળ સહિત્ય, આરોગ્ય, નવલકથા અને નવલિકાઓ, સ્વ વિકાસ, અન્ય પ્રકીર્ણ સાહિત્ય અંગે પુસ્તકો ખરીદી શકશે.
સવારના ૯-૦૦ થી બપોરે ૧-૦૦ અને સાંજે ત્રણથી સાત વાગ્યા દરમિયાન પુસ્તક મેળાનો લાભ લેવા જાહેર આમંત્રણ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.