કોમર્સ કોલેજ - અમરેલીમાં એન.એસ.એસ. - ડે ની ઉજવણી. પર્યાવરણ અને આરોગ્ય વિષયક માહિતી અપાઈ - At This Time

કોમર્સ કોલેજ – અમરેલીમાં એન.એસ.એસ. – ડે ની ઉજવણી. પર્યાવરણ અને આરોગ્ય વિષયક માહિતી અપાઈ


કોમર્સ કોલેજ - અમરેલીમાં એન.એસ.એસ. - ડે ની ઉજવણી.

પર્યાવરણ અને આરોગ્ય વિષયક માહિતી અપાઈ.

અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ.- ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થી ભાઈ - બહેનોને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર - અમરેલીના ધીરુભાઈ વાગડીયાએ શીક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. નરેન્દ્રભાઈ પોકિયાએ ખેતી વિષયક માહિતી આપી હતી. બીપીનભાઈ જોશીએ આરોગ્ય વિષયક ઊંડાણ પૂર્વકની માહિતી આપી હતી. આવેલ મહેમાનોનું સ્વાગત પ્રા.જે.એમ.તલાવીયાએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો.જે.ડી.સાવલિયાએ કર્યું હતું. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.પી.કે.ત્રિવેદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ડો.એ.જી.પટેલ, પ્રા.વાય.કે.ક્યાડા, ડો.મહેશ પટેલ, ડો.એ.કે.વાળા અને ફેકલ્ટી મેમ્બર નિમિષાબેન પંડ્યાએ જહેમત ઉઠાવી હતી તેમ આઈ.કયું.એ.સી. કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફિનવીયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.