CJIએ કહ્યું- SC જજોં પાસે સાતેય દિવસ કામ:5 દિવસમાં 50 કેસની સુનાવણી, શનિવારે ચુકાદો લખવો, રવિવારે સોમવારની ફાઇલ વાંચવી - At This Time

CJIએ કહ્યું- SC જજોં પાસે સાતેય દિવસ કામ:5 દિવસમાં 50 કેસની સુનાવણી, શનિવારે ચુકાદો લખવો, રવિવારે સોમવારની ફાઇલ વાંચવી


​​​​​ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડે જજોની રજા અને પેન્ડિંગ કેસોની ગતિ અંગે કહ્યું- સુપ્રીમ કોર્ટના જજ સાતેય દિવસ કામ કરે છે. સોમવારથી શુક્રવાર સુધી 40-50 કેસની કાર્યવાહી કરવામાં આવે છે, નાના કેસ શનિવારે સાંભળવામાં આવે છે. આ દિવસે, અનામત રાખવામાં આવેલા ચુકાદા લખવામાં આવે છે. રવિવારે સોમવારના કેસ વાંચવામાં આવે છે. ખરેખરમાં, PMની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે હાલમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના જજ ઘણી રજાઓ લઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ઘણા જજોંએ આ અંગે અસંમતિ વ્યક્ત કરી હતી. CJI ચંદ્રચુડે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના ભાષણ દરમિયાન આ જ વાતનો જવાબ આપ્યો હતો. CJIએ કહ્યું- સુપ્રીમ કોર્ટના જજો વેકેશન દરમિયાન બંધારણીય મુદ્દાઓ પર વિચાર કરે છે. અમારા માટે આ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે બંધારણીય બાબતો દેશની સામાજિક-રાજકીય અને આર્થિક સ્થિતિ તેમજ લોકોના અધિકારોને અસર કરે છે. CJIએ કહ્યું- હું પ્રવાસ દરમિયાન અલીગઢ કેસ પર કામ કરી રહ્યો છું
CJIએ ભાષણ દરમિયાન કહ્યું- શું સુપ્રીમ કોર્ટની ભૂમિકા માત્ર કેસોનો નિકાલ કરવાની છે? કે પછી રાજકારણ અને સમાજ બદલવા માટે પણ જરૂરી છે? હું રજા પર છું. હું બ્રિટનની યાત્રા કરી રહ્યો છું, પરંતુ આ સમયે મારી પાસે બંધારણીય બેંચના 6 મોટા ચુકાદા છે. આમાંથી એક અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાનો મામલો છે. આ સિવાય પણ વધુ કેસ છે. આ એવા મુદ્દા છે જે આપણા જીવનના મહત્વપૂર્ણ સામાજિક, આર્થિક અને રાજકીય પાસાઓને વ્યાખ્યાયિત કરે છે. CJIએ કહ્યું- રોટેશન રજાના કારણે વકીલોને મુશ્કેલીનો સામનો કરવો પડશે
CJIએ કહ્યું કે અમને પૂછવામાં આવે છે કે જજો રોટેશનલ સિસ્ટમમાં રજા કેમ લેતા નથી. જજ માટે આ એક સરસ વ્યવસ્થા છે, પરંતુ વકીલોનું શું? વકીલોને પણ સમયની જરૂર હોય છે. જો રોટેશન સિસ્ટમ લાગુ કરવામાં આવે તો વકીલો કહેશે કે જજ જ્યારે ઈચ્છે ત્યારે રજા લઈ શકે છે, પરંતુ વકીલોએ દરરોજ આવવું પડે છે. CJIએ કહ્યું- વકીલોને નેટવર્કિંગ માટે સમયની જરૂર છે. વકીલોએ તેમના ક્લાંઈન્ટ સુધી પહોંચવું પડશે. તેમને તેમના પરિવાર માટે પણ સમયની જરૂર હોય છે. આ સમાચાર પણ વાંચો... CJIએ પોતે ટ્રોલ થયાની કહાની સંભળાવી: તેમણે કહ્યું- પીઠમાં દુખાવો હતો; લોકોને ગેરસમજ થઈ ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે 23 માર્ચ, 2024ના રોજ કર્ણાટકમાં જુનિયર જજોં સાથે વર્ક-લાઇફ બેલેન્સ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વાત કરી હતી. આ દરમિયાન CJIએ થોડા દિવસો જૂનો કિસ્સો સંભળાવ્યો કે તેમને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ચંદ્રચુડે કહ્યું- પાંચ દિવસ પહેલા હું એક કેસની સુનાવણી કરી રહ્યો હતો. આ કેસનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થઈ રહ્યું હતું. CJIએ વકીલોને પદ્ધતિઓ સમજાવી: કહ્યું- કોર્ટ એ રેલવે પ્લેટફોર્મ નથી કે તમે આવીને કોઈપણ ટ્રેનમાં ચડી જાઓ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે 29 જાન્યુઆરીએ કોર્ટરૂમમાં ગેરવર્તણૂક કરવા બદલ વકીલને ઠપકો આપ્યો હતો. CJIએ કહ્યું- આ કોઈ રેલવે પ્લેટફોર્મ નથી કે તમે આવો ને કોઈપણ ટ્રેનમાં ચઢી જાઓ. કોર્ટરૂમમાં કેવી રીતે વર્તવું તે પહેલા કોઈ સીનિયર પાસેથી શીખો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.