સલમાન, 2G, અમિત શાહના વકીલ યૂયૂ લલિત બની શકે છે ભારતના નવા મુખ્ય ન્યાયાધીશઃ CJI રમણાની ભલામણ
- મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણા 26 ઓગસ્ટના રોજ નિવૃત થશેનવી દિલ્હી, તા. 04 ઓગસ્ટ 2022, ગુરૂવારભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણાએ આગામી CJI માટે જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી છે. CJI રમણાએ કાયદા અને ન્યાયમંત્રીને ભલામણ પત્ર સોંપી દીધો છે. જો જસ્ટિસ યૂયૂ લલિતના નામની ભલામણ સ્વીકારી લેવામાં આવશે તો તેઓ દેશના 49માં CJI બનશે. તેઓ અમિત શાહના તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ, સલમાન ખાનના કાળિયાર કેસના વકીલ અને દેશના ખૂબ જ ચર્ચિત 2G સ્પેક્ટ્રમ કેસમાં CBIના પ્રોસિક્યૂટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ એન. વી. રમણા 26 ઓગસ્ટના રોજ નિવૃત થશે.તમને જણાવી દઈએ કે, કાયદા મંત્રી કિરેન રિજિજૂએ CJI એન વી રમણાને પત્ર લખીને તેમને પોતાના અનુગામીના નામની ભલામણ કરવાની વિનંતી કરી હતી. રિજિજૂનો 3 ઓગસ્ટના રોજ લખાયેલો પત્ર મોડી સાંજે ચીફ જસ્ટિસ કાર્યાલયને મળ્યો હતો.પરંપરા પ્રમાણે ચીફ જસ્ટિસ પોતાની નિવૃતિના એક મહિના પહેલા કાયદા અને ન્યાયમંત્રાલયના દ્વારા રાષ્ટ્રપતિને સીલબંધ કવરમાં પોતાના અનુગામીના નામની ભલામણ મોકલે છે. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશનું નામ એટલે કે વરિષ્ઠતાના ક્રમમાં બીજા નંબરનું નામ જ કવરમાં હોય છે. પરંપરાગત રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પોતાની વરિષ્ઠતાના આધારે CJI તરીકે કાર્યભાર સંભાળે છે. ચીફ જસ્ટિસ તરીકે કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી. બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃતિની વય 65 વર્ષ નક્કી કરવામાં આવી છે.દેશને 4 મહિનામાં 3 CJI જોવા મળશેઆ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં દાયકાઓ બાદ આવી તક આવવાની છે. આ વખતે દેશને 4 મહિનામાં 3 ચીફ જસ્ટિસ જોવા મળશે. CJI એન વી રમણા ઉપરાંત જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અને જસ્ટિસ ધનંજ્ય યશવંત ચંદ્રચૂડ પણ આ વર્ષે જુલાઈથી નવેમ્બર દરમિયાન મુખ્ય ન્યાયાધીશ બનશે. આ રસપ્રદ સંયોગના 5 વર્ષ બાદ વર્ષ 2027માં દેશ આવા જ સંયોગનો સાક્ષી બનશે. વર્ષ 2027માં સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન બે મહિનામાં 3 ચીફ જસ્ટિસ આવશે અને જશે. આવો સંયોગ વર્ષ 2027માં પણ બનશેસુપ્રીમ કોર્ટના રેકોર્ડ, પરંપરા અને પ્રેક્ટિસ પ્રમાણે 2027માં 27 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ વિક્રમ નાથ મુખ્ય ન્યાયાધીશના પદ ઉપરથી નિવૃત થશે અને દેશને પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ મળશે. જસ્ટિસ બીવી નાગરત્ના 35 દિવસ માટે દેશના મુખ્ય ન્યાયાધીશ રહેશે. ત્યારબાદ જસ્ટિસ પીએસ નરસિમ્હા 31 ઓક્ટોબર 2027માં 6 મહિના અને 3 દિવસ માટે ચીફ જસ્ટિસ બનશે.વર્ષ 1991માં પણ દેશને મળ્યા હતા 3 CJIવર્ષ 2027માં આટલા ઓછા સમય માટે 3 ચીફ જસ્ટિસ બનવાનો આ ત્રીજો બનાવ છે. સુપ્રીમ કોર્ટ 1950માં અસ્તિત્વમાં આવી હતી. ત્યાર બાદ સૌથી પહેલા 1991માં નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે 3 જુદા-જુદા CJI બન્યા હતા. ત્યારે CJI રંગનાથ મિશ્રા 24 નવેમ્બર 1991ના રોજ રિટાયર્ડ થયા હતા. ત્યાર બાદ જસ્ટિસ કમલ નારાયણ સિંહ 25 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી એટલે કે કુલ 18 દિવસ માટે ચીફ જસ્ટિસ બન્યા હતા. ત્યાર બાદ જસ્ટિસ એમ. એચ. કાનિયા ચીફ જસ્ટિસ બન્યા હતા અને 13 ડિસેમ્બર 1991થી 17 નવેબ્બર 1992 સુધી એટલે કે 11 મહિના સુધી આ સર્વોચ્ય પદની જવાબદારી સંભાળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.