લાઠી ના દુધાળામાં ગાગડીયો નદી ઉપર ભારત માતા સરોવરનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરાયું જળ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ખાસ ઉપસ્થિતિ
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા અને તેમના ફાઉન્ડેશન દ્વારા નિર્માણ કરાયેલ ગાગડીયો નદી ઉપર ભારત માતા સરોવરનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તથા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલીના દુધાળા નજીક 70 લાખ ઘનફૂટ ક્ષેત્રમાં બનેલ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરાયુ હતુ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ખાસ હાજરી આપી. ગુજરાત સરકારના સહયોગથી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને તેમના ફાઉન્ડેશન દ્વારા લોકભાગીદારીથી આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેની 20 કરોડ લીટરથી વધુની પાણી સંગ્રહની ક્ષમતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.