અમદાવાદ ખાતે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં 103 બોટલ લોહી થયું એકત્ર
પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને અમદાવાદના સોમ ઇન્ફ્રા બીલ્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયો: વિશ્વની સૌથી મોટી હાર્ટ હોસ્પિટલ યુ.એન.મહેતામાં દાખલ થતા પોરબંદર પંથકના દર્દીઓને અપાશે રક્ત: પોરબંદરના વતની હોય તેવા અમદાવાદ સ્થિત અનેક યુવાનો રક્તદાન કરવા ઉમટયા*
પોરબંદરમાં અનેકવિધ પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અમદાવાદના જાણીતા ઉદ્યોગ ગૃહ સોમ ઇન્ફ્રા બિલ્ડના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ચિકિત્સા દિવસ નિમિત્તે મહારક્તદાન તેમનું આયોજન થતા 103 યુવકોએ રક્તદાન કર્યું હતું. મહત્વની બાબત એ છે કે પોરબંદર થી અમદાવાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જતા દર્દીઓના લાભાર્થે આ કેમ્પ યોજાયો હતો.
વિશ્વની સૌથી મોટી હાર્ટ હોસ્પિટલ યુ.એન.મહેતા હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પોરબંદર અને સોમ ઇન્ફ્રાબીલ્ડના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ચિકિત્સા દિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું
આ રક્તદાન કેમ્પનું આયોજન સોમ ઇન્ફ્રાબિલ્ડના ડાયકેરટર અને કેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસીડેન્ટ આલાપભાઈ પટેલના પિતાશ્રી સ્વ.સોમાભાઈ ભોળીદાસ પટેલ અને સ્વ. મોહનલાલ સત્યનારાયણભાઈ જડીયાની સ્મૃતિમાં રાખવામાં આવ્યું હતું. સિંધુભવન રોડ ઉપર આલાપ ફાર્મમાં આવેલ કૉર્પોરેટ ઓફીસમાં રકતદાન કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વરસાદી વાતારણ વચ્ચે ૧૦૩ જેટલા રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. આ કેમ્પમાં એકઠું થયેલ રકત યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે.
આ રકતદાન કાર્યક્રમમાં હેલ્થ એન્ડ એજયુકેશન ટ્રસ્ટના મેનેજીગ ટ્રસ્ટી રામદેભાઈ મોઢવાડીયા અને સોમ ઇન્ફ્રાબીલ્ડના ડાયરેકટર આલાપભાઈ પટેલની હાજરીમાં કોરોનાકાળમાં ચેલેન્જીગ કામગીરી કરનાર અમદાવાદની હોસ્પિટલના ભુતપુર્વ સુપ્રિટેન્ડેન્ટ ડો.જયપ્રકાશ મોદીના હસ્તે દીપ પ્રાગ્ટય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અમદાવાદના નામાંકિત બીલ્ડરો અને બીઝનેસમેનો હાજર રહ્યા હતા
રક્તદાનના સેવા કાર્યના આ મહત્વના કાર્યક્રમમાં મુળ પોરબંદરના અને અમદાવાદમાં સ્થાયી થયેલા બ્રહમસમાજના અગેવાનો મુળ પોરબંદરના હાલ અમદાવાદ સ્થાયી થયેલા હાર્દિકભાઈ જોષી, નિરવભાઈ દવે, કાર્તિકભાઈ પુરોહીત, યોગેશભાઈ રાજયગુરૂ, જયભાઈ થાનકી, દેવાંગભાઈ દવે, ઉમેશભાઈ થાનકી, સત્યમ કિશોરભાઈ લાખાણી, લવભાઈ બુધ્ધદેવ,હાર્દિકભાઈ જોષી,જયમલભાઈ મોઢવાડીયા, ભીમભાઈ મોઢવાડીયા, અરજનભાઈ કડેગીયા, કેશુભાઈ કેશવાલા અને પોરબંદરમાં બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા વિક્રમજનક રક્તદાનની પ્રવૃતિ કરનાર યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજજર પણ ઉપસ્થિત રહયા હતા અને પોરબંદરના વતની એવા ઘણા યુવાનોએ રક્તદાન કરીને માનવતાની સરવાણી વહાવી હતી.
જાણીતા લોકસાહિત્યકાર બ્રીજદાનભાઈ ગઢવી,શહેરના નામાંક્તિ ડોકટરો ડો.મુકુલ ત્રિવેદી, ડો.કેશુભાઈ આંત્રોલીયા, ડો.પરેશ દોમડીયા, ડો.બ્રિજેશ પટેલ અને યુ.એન.મહેતા હોસ્પિટલના ઓફિસર ઓન સ્પેશીયલ ડયુટી નૈતિકભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા.
રક્તદાન કેમ્પમાં આવેલા રક્તદાતાઓ સહિત મહાનુભાવો માટે ચા, નાસ્તા અને એ.સી ડોમ સહિતની વ્યવસ્થા ઉભી કરવા માટે રામદેવભાઈ મોઢવાડીયાએ આલા૫ભાઈ પટેલનો ખાસ આભાર માન્યો હતો.કેમ્પ માટેની વ્યવસ્થા ભાવિનસિંહ રાઠોડ, પાર્થ મોઢવાડીયા, અંકિત ગાંધીએ સંભાળી હતી અને આયોજકોએ તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે પોરબંદર થી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે અમદાવાદ જાય છે અને ત્યાં લોહીની ઘણી વખત જરૂરિયાત રહે છે તેથી ત્યાં દાખલ થતા પોરબંદરના દર્દીઓને સરળતાથી લોહી મળી શકે તેવા હેતુ સાથે પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાએ અમદાવાદના ઉદ્યોગ ગૃહ સાથે મળીને આ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેને સફળતા મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.