જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારની શાંતિ સમિતિની બેઠક યોજાઈ
જામનગર, તા. 31 જુલાઈ 2022 રવિવારજામનગર શહેરમાં ચાલી રહેલા રમજાન મહિનાની ઉજવણીમાં કોઇ ખલેલ ન પહોંચે, તેમજ શહેરમાં એકંદરે શાંતિ જળવાઈ રહે તે માટે સિટી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.જામનગર શહેર વિભાગના ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજના જુદી જુદી જ્ઞાતિના આગેવાનો જોડાયા હતા અને રમજાન માસ દરમિયાન શહેરમાં ખૂબ જ શાંતિ રીતે રમજાન માસ અને મહોરમ સહિતના તહેવારો ઉજવાય તે અંગે ડીવાયએસપી દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું હતું.સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. દ્વારા પણ વિશેષ માર્ગદર્શન આપી સમગ્ર રમઝાન માસ દરમિયાન પોલીસ બંદોબસ્ત જાળવવા અંગેની જાણકારી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.