રાજકોટમાં પોલીસ અધિકારીના નામે ફોન કરી રૂપિયા પડાવવા સહિતની ઠગાઈનાં બનાવનો ભેદ ખુલ્યો - At This Time

રાજકોટમાં પોલીસ અધિકારીના નામે ફોન કરી રૂપિયા પડાવવા સહિતની ઠગાઈનાં બનાવનો ભેદ ખુલ્યો


રાજકોટમાં વિવિધ પ્રકારના ઓનલાઈન છેતરપીંડીનાં બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અજાણી લિંક પર ક્લિક કરતાની સાથે જ બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપડી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તો વિવિધ પ્રકારની લાલચ આપી ગઠિયાઓ ઓનલાઈન ફ્રોડ કરતા હોય છે. જોકે, સાયબર ક્રાઇમ પોલીસ ફ્રોડ અટકાવવા સતત સક્રિય છે પરંતુ, લોકો જાગૃત થતાં ન હોવાથી રોજ ગઠીયાઓનો શિકાર બની જાય છે તેમછતાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડના 5 કિસ્‍સાઓમાં છેતરાયેલા લોકોને રૂ. 6.51 લાખની રકમ પરત અપાવી છે.

શહેર સાયબર ક્રાઈમ પોલીસમાં કુશલ નિલેશકુમાર શાહ નામની વ્‍યકિતએ જણાવ્‍યું હતું કે, થોડા સમય પહેલા તેમના મોબાઈલ ફોનમાં પોલીસ અધિકારીનાં નામે ફોન આવ્‍યો હતો અને તેમના સીમકાર્ડથી ત્રણ અલગ-અલગ બેન્ક એકાઉન્‍ટ ખોલીને અસામાજીક પ્રવૃત્તિ થઈ રહ્યાનો ડર બતાવી પોલીસ ફરિયાદ રદ કરાવવાના બહાને રૂા. 3,89,756 તફડાવી લીધાનું જણાવ્‍યું હતું. જેના આધારે સાયબર સેલની ટીમે ટેકનિકલ એનાલિસીસ આધારે અરજદારને તમામ રકમ રૂા. 3.89 લાખ પરત અપાવ્‍યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.