બીએસએનએલના કર્મચારીના મકાનમાંથી દાગીના અને રોકડની ચોરી
મવડી મેઈન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને બીએસએનએલના નિવૃત કર્મચારી કિશોરભાઇ મોહનલાલ લાધાણી(ઉ.વ.63)ના મકાનમાંથી સોનાના સાત તોલા દાગીના,ચાંદીના દાગીના અને રોકડા સહિત રૂ।.63 હજારની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
કિશોરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહું છું.ગઇકાલ તા.31/01 ના રોજ મારા સાસુ ચંપાબેનને પેરાલીસીસનો હુમલો આવ્યો હોય જેથી સિવિલ હોસ્પિટલ દાખલ કર્યા હતા અને તા.01/02 ના રોજ અમારે તેમની ખબર કાઢવા જવાનું હોય જેથી મારી દીકરી જલ્પાબેનને તેમના મામા રાકેશભાઇ મનસુખભાઇ ગણાત્રાની ઘરે મુકી હું તથા મારી પત્ની સવારના સીવીલ હોસ્પિટલ ગયા અને રાત્રે મારા સસરાને ત્યા રોકાયેલ હતા અને બીજા દીવસે તા.02/02 ના સવારના ઘરે આવેલ તો અમારી ડેલીએ તાળુ હતું.
પરંતુ અંદર ઘરના દરવાજાનો નકુચો તુટેલ હતો અને ઘરનો સમાન અસ્તવ્યસત હતો અને કબાટ ખુલ્લો હતો અને ચાવી કબાટમાં ટીંગાળેલ હતી અને તે ચાવીનાજુડામાં ઉપરના રૂમની તથા ઉપરના કબાટની ચાવી પણ હતી તે જોવામાં આવેલ નહીં અને કબાટમાં રાખેલ સોનાની બંગડીની જોડ,સોના નો ચેન પેડલ,સોનાની ત્રણ વિટી ત્રણેય વીંટી આશરે અર્ધાતોલાની,ચાંદીના સોકરા જોડી,સોના ના દાણા,ચારેય દાણા અને રોકડ સહિત રૂ।.63 હજારની ચોરી થઈ હતી.આ અંગે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.