તાત્રોલી બ્રિજ પરથી કૂદકો લગાવનાર યુવતીનો મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો
મહીસાગર જીલ્લાના મલેકપુર પાસે આવેલ મહીસાગર નદી પરના તાત્રોલી પુલ પરથી એક યુવતીએ અચાનક કુદકો લગાવી દેવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.જયારે સમગ્ર
ઘટનાની જાણ લુણાવાડા તાલુકા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી. લુણાવાડા તાલુકા પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાઓની સાથે લુણાવાડા ફાયરની ટીમની મદદ લઈ નદીમાં કૂદકો લગાવનાર યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી.બે દીવસ પહેલાં લગાવી હતી મોતની છલાંગ બે દીવસની મહેનત બાદ ત્રીજા દિવસે વહેલી સવારે મહિસાગર નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
જ્યારે લુણાવાડા તાલુકાના પી.આઇ.ડી.કે ઠાકર તેમજ મલેકપુર ઓપીના જમાદાર અમરસિંહ તેમજ પોલીસના સ્ટાફના માણસો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ હતી.જયારે યુવતીના મૃતદેહને પી.એમ.અર્થ લૂણાવાડા સરકારી કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી.અને વધુ તપાસ લુણાવાડા તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.