પશ્ચિમ રેલ્વે 29મી ડિસેમ્બરે ભાવનગર થી બાંદ્રા સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવશે
પશ્ચિમ રેલવે 29મી ડિસેમ્બરે ભાવનગર થી બાંદ્રા સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવશે
મુસાફરોની સુવિધા માટે,પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-ટ્રેન નંબર 09210/09209 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ
ટ્રેન નંબર 09210 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 29મી ડિસેમ્બર,2023(શુક્રવાર)ના રોજ 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.તેવી જ રીતે,ટ્રેન નંબર 09209 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 30 ડિસેમ્બર,2023 (શનિવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા,સોનગઢ, ધોળા, બોટાદ,સુરેન્દ્રનગર ગેટ,અમદાવાદ,વડોદરા,સુરત,વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર,એસી 3-ટાયર,સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.ટ્રેન નંબર 09210 અને 09209 માટે ટિકિટ બુકિંગ 28.12.2023 (ગુરુવાર)થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.
રિપોર્ટ:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.