ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ:અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ, કર્ણાટકમાં 8 અને 3 મહિનાના 2 બાળકો સંક્રમિત; સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે - At This Time

ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ:અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ, કર્ણાટકમાં 8 અને 3 મહિનાના 2 બાળકો સંક્રમિત; સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે


ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે જોકે તેની તબિયત સ્થિર છે. કોઈ ગભરાવવા જેવું નથી. હોસ્પિટલમાં દાખલ બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાના કારણે તેની તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે અહીં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. જ્યાં રિપોર્ટ કરાવતા HMPV હોવાનું સામે આવ્યું હતું. બાળકની તબિયત હાલ સ્થિર છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા. ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાઇરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે. આ વાઇરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) છે. ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. સંક્રમિતોમાં એક 2 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. કર્ણાટકની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, કર્ણાટકના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેમણે તેમની લેબમાં સેમ્પલનું પરીક્ષણ કરાવ્યું નથી. રિપોર્ટ એક ખાનગી હોસ્પિટલમાંથી આવ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- કર્ણાટકમાં HMPVના બે કેસ મળી આવ્યા છે. બંને બાળકો રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વાઇરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો જોવા મળે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી નાની ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.