મોદીએ દલાઈ લામાને જન્મદિનની શુભેચ્છા પાઠવી, ચીન અકળાયું
દલાઈ લામાનો ૮૭મો જન્મદિવસ ઉજવાયો હતો. દલાઈ લામાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. ચીન એ મુદ્દે અકળાયું છે. ચીને એ મુદ્દે હાસ્યાસ્પદ વાંધો ઉઠાવ્યો છે.તિબેટના સર્વોચ્ચ ધાર્મિક નેતા દલાઈ લામાનો ૮૭મો જન્મદિવસ ઉજવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દલાઈ લામાને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને ટ્વીટ કરીને આ બાબતે જાણકારી આપી હતી. એ જ રીતે અમેરિકન વિદેશ મંત્રી એન્થની બ્લિન્કને પણ દલાઈ લામાને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. એ બાબતે ચીને હાસ્યાસ્પદ વિરોધ નોંધાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારત-અમેરિકા ચીનના આંતરિક મુદ્દામાં દખલ ન કરે. દલાઈ લામા અમારા માટે વિભાજનવાદી નેતા છે અને ભારત-અમેરિકા ચીનના વિભાજનવાદી નેતાઓને સમર્થન ન કરે તે જ યોગ્ય રહેશે. તિબેટને લગતી બાબતોમાં ભારત-અમેરિકા સહિતના એકેય દેશો અયોગ્ય પગલાં ભરશે તે ચલાવી લેવાશે નહીં.એ પછી ભારતના વિદેશ મંત્રાલયે પણ ચીનને જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાને જવાબ આપતા કહ્યું હતું કે દલાઈ લામા ભારતના મહેમાન છે. તેમને ભારત શરૃઆતથી જ સન્માન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તે બાબતે ચીનની ટીપ્પણી અયોગ્ય છે. કારણ કે ગયા વર્ષે પણ વડાપ્રધાને શુભેચ્છા પાઠવી હતી. આ શુભેચ્છા વાતચીતને સામાન્ય સંબંધોના સંદર્ભમાં જોવી જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.