છત્તીસગઢમાં સૌથી મોટું નક્સલ ઓપરેશન... 62 ખભા પર 31 લાશ:1000 જવાન નદી-નાળાં પાર કરીને 40KM ચાલ્યા, જંગલમાં રોટલી-મેગી ખાઈ પેટ ભરતા - At This Time

છત્તીસગઢમાં સૌથી મોટું નક્સલ ઓપરેશન… 62 ખભા પર 31 લાશ:1000 જવાન નદી-નાળાં પાર કરીને 40KM ચાલ્યા, જંગલમાં રોટલી-મેગી ખાઈ પેટ ભરતા


તારીખ 4 ઓક્ટોબર શુક્રવારનો દિવસ સમય: બપોરે - 1 વાગ્યે આ એ દિવસ અને તારીખ છે, જ્યારે સુરક્ષાદળોએ દંતેવાડા-નારાયણપુર જિલ્લાની સરહદ પર નક્સલવાદીઓ સામે સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું હતું. માત્ર 2 કલાકના એન્કાઉન્ટરમાં લગભગ 1000 જવાને 31 નક્સલીને ઠાર કર્યા. માર્યા ગયેલા તમામ નક્સલવાદીઓના મૃતદેહ મળ્યા છે. પોલીસ જવાનો 3-4 પહાડો અને નદી-નાળાં પાર કરીને નક્સલી ઠેકાણાં સુધી પહોંચ્યા હતા. પૂર્વ બસ્તર ડિવિઝન કમિટીના નેતા નીતિની સાથે એક સભ્યના મોતના સમાચાર છે. નીતિ પર 8થી 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે જવાનો હજુ પણ સ્થળ પર હાજર છે. સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે. આને અત્યારસુધીનું સૌથી મોટું એન્ટી નક્સલ ઓપરેશન કહેવામાં આવી રહ્યું છે. આ પહેલાં કાંકેરમાં 29 નક્સલવાદી માર્યા ગયા હતા. એન્કાઉન્ટર સ્થળની તસવીરો, એક હજારથી વધુ જવાનો તહેનાત... જાણો કેવી રીતે સૈનિકોને મળી સફળતા ભાસ્કરનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે અબુઝમાદના ઓરછા પોલીસ સ્ટેશન વિસ્તારના થુલથુલી વિસ્તારમાં પૂર્વ બસ્તર ડિવિઝન, કંપની નંબર 6ના 50થી વધુ નક્સલવાદીની હાજરી વિશે સચોટ માહિતી મળી હતી. આ પછી અધિકારીઓએ ઓપરેશન શરૂ કરવાનો પ્લાન બનાવ્યો. બુધવારની મોડીરાત સુધી આ મુદ્દે ચર્ચા ચાલી હતી અને એક પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ પછી આ ઓપરેશન ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કોએર્ડિનેશન હેઠળ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નક્કી કરવામાં આવ્યું હતું કે આ ઓપરેશનમાં થુલથુલી તરફ બે બાજુથી જવાનો મોકલવામાં આવશે અને લગભગ પાંચ જિલ્લાના બેસ્ટ જવાનોને એમાં સામેલ કરવામાં આવશે. આ પછી 3 ઓક્ટોબરના રોજ દંતેવાડા અને નારાયણપુર જિલ્લામાંથી 1 હજારથી વધુ DRG અને STFના જવાનોને ઓપરેશન પર મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે દંતેવાડા અને નારાયણપુર જિલ્લાઓને ઓપરેશનનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જવાનો ગુરુવારે જ જંગલોમાં ઘૂસી ગયા હતા. આ પછી જવાનો ભારે વરસાદ વચ્ચે લગભગ 3થી 4 પર્વતો, નદી- નાળાં પાર કરીને થુલાથુલી-નેંદુર ગામના જંગલમાં પહોંચ્યા હતા. નક્સલવાદીઓના ટોપ લીડર્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા, પરંતુ ભારે વરસાદને કારણે તેઓ પણ પહાડ પર એક જગ્યાએ રોકાઈ ગયા હતા અને વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. જવાનોને આનો લાભ મળ્યો. આ પછી નારાયણપુર અને દંતેવાડા પોલીસ દળોએ દોઢથી બે કિલોમીટરના ઘેરાવમાં ચારેબાજુથી ઘેરી લીધા હતા. ગુરુવારે જ ટીમ રવાના થઈ ગઈ હતી જવાનોની સાથે મહિલા કમાન્ડો પણ ગુરુવારથી ઓપરેશનમાં સાથે હતાં. ગુરુવાર પહેલાં પણ નક્સલવાદીઓ ક્યાં હાજર છે એ અંગેના ઇનપુટ મળ્યા હતા, તેથી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જવાનોએ ખાવા માટે સાથે મેગીનાં પેકેટ રાખ્યાં હતાં. ગુરુવારે બપોરે 2 વાગ્યે દંતેવાડાથી છિંદનાર કેમ્પ પહોંચ્યા હતા. અહીંથી આખી ટીમ વાહનોમાં બડે નાળા આવી હતી. અહીંથી આખી ટીમે 40 કિલોમીટર આગળ ચાલવાનું હતું. જ્યાં નક્સલવાદીઓ હાજર હતા ત્યાં જવાનો પહોંચ્યા ત્યારે હાઇકમાન્ડને જાણ કરવામાં આવી હતી. ત્યાંથી આદેશ મળ્યા બાદ ફાયરિંગ શરૂ થયું અને નક્સલવાદીઓ માર્યા ગયા. એક તરફ ડેડબોડી રાખવામાં આવી હતી તો બીજી તરફ મેગી બની રહી હતી
છિંદનારની અંદર બેઢમાથી વધુ એન્કાઉન્ટર થયું. સૈનિકોની ટુકડી નાનાં-નાનાં જૂથોમાં ફરી રહી છે. આમાં મહિલાઓના ખભા પર પણ નકસલવાદીઓના મૃતદેહો અને 6-6 કિલોની રાઈફલ પણ હતી. એક નાનો સ્ટોવ પણ હતો, જ્યાં તેમને જગ્યા મળે ત્યાં મૃતદેહો રાખતા હતા અને મેગી ખાઈને આ જવાનો પેટ ભરતા હતા. જ્યારે ભાસ્કરે બેડમા ગામના રહેવાસી સાથે વાત કરી તો તેણે કહ્યું કે નક્સલવાદીઓના માર્યા ગયાના સમાચાર સાંભળીને સારું લાગ્યું. આ દરમિયાન તેમની પત્ની આવી અને તેના પતિને ખેંચીને અંદર લઈ ગઈ. ગામ સૂમસામ છે, કોઈ બોલતું નથી. નક્સલવાદીઓને જવાનોના આવવાનો કોઈ ખ્યાલ નહોતો
ભારે વરસાદને કારણે નક્સલવાદીઓને જવાનોના આવવાનો કોઈ ખ્યાલ નહોતો. 4 ઓક્ટોબરે બપોરે 1 વાગે જવાનો નક્સલવાદીઓની ખૂબ નજીક પહોંચી ગયા હતા, ત્યાર બાદ જવાનોએ ફાયરિંગ કર્યુ. સૂત્રોએ જણાવ્યું કે નક્સલવાદીઓ જવાનોના રડાર પર હતા. પ્રથમ 10થી 15 મિનિટમાં જ જવાનોએ 7 નક્સલીને ઠાર કર્યા હતા. નક્સલવાદીઓ એક બાજુથી બીજી તરફ ભાગવા લાગ્યા ત્યારે બીજી બાજુ હાજર પોલીસ જવાનોએ તેમને ઘેરી લીધા અને ઢાળી દીધા હતા. 31 નક્સલવાદીના મૃતદેહ મળ્યા છે
પહેલા 7, પછી 7 અને ત્રીજી વખત એક પછી એક 9 નક્સલવાદીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું ત્યાર બાદ મોડીસાંજ સુધીમાં પોલીસને કુલ 31 નક્સલવાદીના મૃતદેહ મળ્યા હતા. જવાનો આખી રાત ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. સવાર પડતાંની સાથે જ ફરી એકવાર સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. AK-47 સહિત અનેક હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે બસ્તરના આઈજી પી સુંદરરાજના જણાવ્યા અનુસાર, ફોર્સે સ્થળ પરથી LMG, AK-47, SLR, INSAS, કેલિબર 303 રાઈફલ અને અન્ય હથિયારો જપ્ત કર્યાં છે. આ અથડામણમાં DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) જવાન રામચંદ્ર યાદવ ઘાયલ થયા હતા, જેમને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટી કેડરનો નક્સલી ઠાર
કહેવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટરમાં મોટા કેડરના નક્સલવાદીઓ માર્યા ગયા છે. કેટલાક નક્સલવાદીઓ ઘાયલ પણ થયા છે, જેમને તેમના સાથીઓ લઈ ગયા છે. વર્ષનું બીજું સૌથી મોટું ઓપરેશન
ખરેખર પોલીસદળ બસ્તરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ હુમલાના મોડ પર કામ કરી રહ્યું છે. આ પહેલાં આ વર્ષે 16 એપ્રિલે જવાનોએ કાંકેરમાં 29 નક્સલવાદીને માર્યા હતા. ત્યારે નક્સલવાદીઓ સામે આ સૌથી મોટું અને સફળ ઓપરેશન હતું. 4 ઓક્ટોબરે થયેલા એન્કાઉન્ટરમાં પોલીસને મોટી સફળતા મળી હતી. નક્સલી ઈતિહાસમાં આ સૌથી મોટું અને સફળ ઓપરેશન હતું. બસ્તરમાં 60 હજારથી વધુ જવાનો તહેનાત છે
નક્સલવાદીઓ સામે ચાલી રહેલી લડાઈ માટે બસ્તરમાં વિવિધ દળોના 60 હજારથી વધુ જવાનો તહેનાત છે. આ પૈકી SSB, BSF, ITBP જવાનો કાંકેરમાં તહેનાત છે, ITBP, BSF, STF નારાયણપુરમાં, ITBP અને CRPFના જવાનો કોંડાગાંવમાં તહેનાત છે. એસટીએફ, કોબ્રા અને સીઆરપીએફના જવાનો દંતેવાડા, બિજાપુર અને સુકમામાં તહેનાત છે. આ ઉપરાંત DRG, ડિસ્ટ્રિક્ટ ફોર્સ, બસ્તર ફાઇટર્સ, બસ્તરિયા બટાલિયન પણ તમામ જિલ્લામાં સુરક્ષા દળો સાથે ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું- 2026 સુધીમાં નક્સલવાદથી આઝાદી અપાવીશું
જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ CG પ્રવાસ પર હતા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે 2026 સુધીમાં બસ્તરમાંથી નક્સલવાદીઓને ખતમ કરી દેવામાં આવશે. બસ્તર નક્સલવાદની સમસ્યાથી આઝાદ થશે. શાહના આ દાવા બાદ બસ્તરમાં જવાનો નક્સલવાદીઓનાં ઠેકાણાંમાં ઘૂસીને તેમને મારી રહ્યા છે. છેલ્લા 9 મહિનામાં 188 નક્સલવાદી માર્યા ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.