છત્તીસગઢમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ:10-12 લોકોનાં મોતના સમાચાર; અકસ્માતના 3 કલાક બાદ પણ રેસ્ક્યુ ટીમ પહોંચી નહીં
છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં આવેલી ગનપાઉડરની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં 10 થી 12 લોકોનાં મોત અને ઘણા ઘાયલ થયાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટના બરલા બ્લોકના બોરસી ગામમાં સ્થિત સ્પેશિયલ બ્લાસ્ટ લિમિટેડ ગનપાઉડર ફેક્ટરીમાં બની હતી. ફેક્ટરીમાં 800 થી વધુ લોકો કામ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત સવારે 6 થી 7ની વચ્ચે થયો હતો. બ્લાસ્ટ બાદ ફેક્ટરીની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. આ ઘટનામાં ઘાયલ થયેલા કેટલાક લોકોને રાયપુરના મહેકારા રિફર કરવામાં આવ્યા છે. આ સિવાય ઘણા લોકોને નજીકની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.