વડોદરા કોર્પોરેશનની વિવિધ ઓફિસોમાં સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષનું ચેકિંગ
- ફાઈલો, અગત્યના રેકર્ડ, દસ્તાવેજો આડેધડ રાખેલા મળી આવ્યા- વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી ઓફિસ વ્યવસ્થિત રાખવા તાકીદ કરશેવડોદરા,તા. 23 જુન 2022,ગુરૂવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય ઓફિસના વિવિધ વિભાગોમાં સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ જાતે જઈને ચેકિંગ કરતા ફાઈલો, અગત્યનો રેકર્ડ, નકશા સહિત વગેરે આડેધડ અને જેમતેમ પડેલું નજરે પડતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ સંદર્ભે તેઓએ આજે ઓડિટ અને હેલ્થ વિભાગના અધિકારી સાથે મીટિંગ રાખી છે, અને તેઓને ઓફિસ વ્યવસ્થિત રાખવા સૂચના આપવામાં આવશે. કોર્પોરેશનના ઓડિટ, આકારણી, ટાઉન પ્લાનિંગ ,જમીન-મિલકત, લીગલ, આઈ ટી વિભાગ, પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્માર્ટ સિટી વગેરે વિભાગમાં જઈને ચેકિંગ કર્યું હતું. ચૂંટાયેલી પાંખ અને કમિશનર ઓફિસને બાદ કરતા લગભગ તમામ વિભાગોમાં જાત નિરીક્ષણ કર્યું હતું. ઓફિસમાં કશું વ્યવસ્થિત જણાયું ન હતું. ફાઈલો અને દસ્તાવેજોના પોટલા નીચે પડેલા હતા, અને અસ્તવ્યસ્ત માહોલમાં સ્વચ્છતાનો અભાવ હતો. અમુક જગ્યાએ કર્મચારીઓમાં ઓફિસ જણાય નહિ તેમણે જણાવ્યું કે ઓફિસ બહાર મુલાકાતીઓ લાંબા સમય સુધી બેસી રહે છે અને શું કામ છે તે પૂછવા દરકાર લેવાતી નથી. નકશા વિભાગમાં બધું જ ખુલ્લું હતું. કોઈ આવીને નકશો કે બીજા કોઈ કાગળ લઈ જાય તો ખબર પણ ન પડે. ઓફિસમાં કોઈ ન હોય તો પણ પંખા અને લાઈટ ચાલુ હતી. આ અંગે વિરોધ પક્ષ કોંગ્રેસ નેતાને પૂછતાં તેમણે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે જાણીબુઝીને આવું રાખવામાં આવે છે. જેના કારણે કોઇ અગત્યની ફાઇલ જ્યાં ત્યાં મૂકી દેવી હોય કે ગુમ કરવી હોય તો થઈ શકે. અગાઉ એક વિભાગમાં ફાઈલ મહિના સુધી મળી ન હતી કેમકે કબાટ નું તાળું ખુલતું ન હતું . છેવટે તાળું તોડવું પડ્યું હતું. પૂર્વ કાઉન્સિલરના એક કામ માટે છ મહિના સુધી ફાઈલ મળી ન હતી. કોર્પોરેશને ખરેખર તો ઓનલાઇન જ ફાઈલો મંજૂર કરી દેવી જોઈએ. જેથી કરીને ફાઈલો સડી જાય ત્યાં સુધી અસ્ત વ્યસ્ત રાખવી ન પડે. ફાઈલો ઇનવર્ડ કરવાના પણ ધોરણ નિશ્ચિત નથી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.