ચારધામ યાત્રા 3 મહિનાથી બંધ:કપાટ બંધ થવામાં 40 દિવસ બાકી, ટેક્સી અને હોટલોનું ભાડું 30 ટકા સુધી ઘટ્યું - At This Time

ચારધામ યાત્રા 3 મહિનાથી બંધ:કપાટ બંધ થવામાં 40 દિવસ બાકી, ટેક્સી અને હોટલોનું ભાડું 30 ટકા સુધી ઘટ્યું


ઉત્તરાખંડમાં ચોમાસાની વિદાયની સાથે ફરીથી ચારધામ યાત્રા ગતિ પકડી રહી છે. સાથે જ દેશભરના શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર એ છે કે ચારધામ જતી કાર અને હોટલોના ભાડામાં 20-30%નો ઘટાડો થયો છે કારણ કે ચોમાસાને કારણે છેલ્લા ત્રણ મહિનાથી યાત્રા લગભગ બંધ છે. દરમિયાન ટ્રાવેલ એજન્સીઓએ કાર, બસ તેમજ ટેમ્પો ટ્રાવેલરના ભાડામાં ઘટાડો કર્યો છે. આ જ કારણ છે કે આ સિઝનની ચારધામ યાત્રા પૂર્ણ થવામાં માત્ર 40 દિવસનો સમય બાકી છે. ચોમાસા બાદ હવે ચારધામના માર્ગો પણ ખૂલી ગયા છે. અત્યાર સુધી અંદાજે 4.75 લાખ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ચારધામમાં આ વર્ષે અત્યાર સુધી 36.55 લાખથી વધુ શ્રદ્ધાળુ ચારધામનાં દર્શન કરી ચૂક્યા છે તેની સરખામણીએ ગત 2023માં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રીઓની સંખ્યા 56.18 લાખ સાથે રેકોર્ડ સ્તરે નોંધાઇ હતી. ચોમાસાની સિઝન દરમિયાન તમામ સડકો ખરાબ, કેદારનાથ માર્ગ પર સૌથી વધુ મુશ્કેલી
ચારધામ યાત્રા માર્ગનાં અનેક સ્થળોએ સડકો તૂટેલી છે. સૌથી વધુ મુશ્કેલી કેદારનાથમાં આવી રહી છે. જ્યાં સોનપ્રયાગ પાસે તૂટેલો એક કિમી લાંબો હાઇવે હજુ બન્યો નથી. અહીં પહાડ પર ભૂસ્ખલન ક્ષેત્રની વચ્ચે યાત્રીઓએ અંદાજે બે કિમી સુધી પગપાળા જવું પડે છે. ત્યાંથી આગળ ગૌરીકુંડ સુધી યાત્રીઓ શટલ સુધી પહોંચી રહ્યા છે. બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી હાઇવે પર વાહનવ્યહાર શરૂ થયો છે. દરમિયાન કેટલાક ભૂસ્ખલનને કારણે ટ્રાફિક ધીમો છે. ચારધામ યાત્રાના નોડલ અધિકારી નરેન્દ્ર સિંહ કુરિયાલે જણાવ્યું કે હાઇવે દરેક જગ્યાએ ખૂલી ગયા છે. 3 નવેમ્બરે બાબા કેદારનાથના કપાટ બંધ થશે, તે પહેલાં 2 લાખ લોકો આવશે
ગંગોત્રીનાં કપાટ 2 નવેમ્બર, કેદારનાથ તેમજ યમુનોત્રીનાં કપાટ 3 નવેમ્બર જ્યારે બદ્રીનાથનાં 6 નવેમ્બરે બંધ થશે. શ્રી હેમકુટ સાહિબનાં કપાટ 10 ઑક્ટોબરે બંધ થશે. દરમિયાન ચારધામ યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ પાસે માત્ર 40 દિવસનો સમય છે. શ્રદ્ધાળુઓ પણ આ સમયનો ભરપૂર ઉપયોગ કરીને જુસ્સા સાથે ચારધામ આવી રહ્યા છે. ચારધામ યાત્રા રજિસ્ટ્રેશન ઑફિસ અનુસાર ઑક્ટોબરમાં અંદાજે સાડા ચાર લાખ શ્રદ્ધાળુઓ ચારધામ આવશે. તેમાં સૌથી વધુ 1.84 લાખ શ્રદ્ધાળુઓએ માત્ર કેદારનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કારનું ભાડું 8થી 10 હજાર, બસનું ભાડું 70 હજાર ઘટ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.