ચંદ્રાબાબુનો આરોપ- તિરુપતિના લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવી:હવે શુદ્ધ ઘીનો ઉપયોગ થઈ રહ્યો છે, જગન સરકારે મંદિરની પવિત્રતાનો ભંગ કર્યો - At This Time

ચંદ્રાબાબુનો આરોપ- તિરુપતિના લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવી:હવે શુદ્ધ ઘીનો ઉપયોગ થઈ રહ્યો છે, જગન સરકારે મંદિરની પવિત્રતાનો ભંગ કર્યો


આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગત જગન મોહન સરકાર પર તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો છે. ચંદ્રબાબુએ બુધવારે (18 સપ્ટેમ્બર) કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં YSR કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી છે. તેણે 'અન્નદાનમ' (મફત ખોરાક)ની ગુણવત્તા સાથે સમાધાન કર્યું. તિરુમાલાના પવિત્ર લાડુમાં પણ ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ થતો હતો. જો કે હવે આપણે પ્રસાદમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરીએ છીએ. અમે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ની પવિત્રતાના રક્ષણ માટે સખત મહેનત કરી રહ્યા છીએ. YSR કોંગ્રેસના નેતાએ કહ્યું- ચંદ્રબાબુએ હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે તે જ સમયે, YSR કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ વાયવી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે, ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલાના પવિત્ર મંદિર અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તિરુમાલા પ્રસાદ પર ચંદ્રબાબુની ટિપ્પણીઓ અત્યંત નિંદનીય છે. કોઈ માનવી આવા આક્ષેપો કરી શકે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, આનાથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ચંદ્રાબાબુ રાજકીય લાભ માટે કંઈ પણ ખરાબ કરતા અચકાતા નથી. ભક્તોની આસ્થાને મજબૂત કરવા હું અને મારો પરિવાર તિરુમાલા પ્રસાદના મામલામાં ભગવાનને સાક્ષી તરીકે શપથ લેવા તૈયાર છીએ. શું ચંદ્રાબાબુ પણ પરિવાર સાથે શપથ લેવા તૈયાર છે? ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે તિરુપતિ મંદિર શ્રી વેંકટેશ્વર મંદિર આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં તિરુમાલા ટેકરી પર બનેલ છે. તેને તિરુપતિ બાલાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વરે કળિયુગની મુશ્કેલીઓ અને પરેશાનીઓથી લોકોને બચાવવા માટે અવતાર લીધો હતો. તિરુપતિ મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.