ઝારખંડ: બે મહિલા બેડમિન્ટન ખેલાડીઓએ કોચ સામે છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી - At This Time

ઝારખંડ: બે મહિલા બેડમિન્ટન ખેલાડીઓએ કોચ સામે છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી


રાંચી, તા. 25 જુલાઈ 2022 સોમવારઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં બે મહિલા બેડમિન્ટન ખેલાડીઓએ સીનિયર બેડમિન્ટન ખેલાડી અને કોચ રાહુલ કુમાર પર છેડતીનો ગંભીર આરોપ લગાવ્યો છે. બંનેએ આ મુદ્દે ચાઈબાસા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. હાલ પોલીસ કેસની તપાસ કરી રહી છે.મહિલા ખેલાડીઓએ જણાવ્યુ કે ચાઈબાસા ઈંડોર સ્ટેડિયમમાં રાહુલે તેમની સાથે છેડતી કરી. રાહુલે બંનેને હેરાન પણ કર્યા. સાથે ધમકી પણ આપી કે જો કોઈને પણ આ વિશે જણાવ્યુ તો પરિણામ ખરાબ આવશે.આ મામલે જિલ્લા રમતગમત અધિકારી પણ શંકા હેઠળ છે. છેડતીની આ ઘટના બે વખત થઈ. પહેલી 25 મે અને બીજી 31 મે એ. પહેલી મહિલા ખેલાડીએ 2 જૂને આ વિશે જિલ્લા રમતગમત અધિકારીને ફરિયાદ કરી હતી. તો બીજી મહિલા ખેલાડીએ 6 જૂને ફરિયાદ કરી હતી.જિલ્લા રમતગમત અધિકારીએ કોઈ કાર્યવાહી કરી નહીંબે વખત મહિલા ખેલાડીઓની ફરિયાદ મળવા છતાં જિલ્લા રમતગમત અધિકારીએ આરોપી રાહુલ કુમાર પર કોઈ કાર્યવાહી કરી નથી. દુખી થઈને બંને મહિલા ખેલાડીઓએ રવિવારે એક સાથે ચાઈબાસા પોલીસ સ્ટેશનમાં જઈને આરોપી વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે, ફરિયાદમાં એક ખેલાડીએ આરોપ લગાવ્યો કે 31 મે 2022એ તેમની સાથે ઈંડોર સ્ટેડિયમ ચાઈબાસામાં રાહુલ કુમારે દારૂ પીને છેડતી કરી.સ્ટેડિયમમાં કરી છેડતીબીજી ખેલાડીએ ફરિયાદમાં જણાવ્યુ કે 25 મે ની સવારે લગભગ 8.30 વાગે તેમની સાથે સીનિયર ખેલાડી રાહુલ કુમાર જે પોતાને ઝારખંડના કોચ ગણાવે છે, તેણે સ્ટેડિયમમાં દુર્વ્યવહાર કર્યો અને વારંવાર મને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રાહુલે આરોપોને નકાર્યામહિલા ખેલાડીઓની ફરિયાદ પર પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. આરોપી રાહુલનુ કહેવુ છે કે તેમની ઉપર લગાવવામાં આવેલા આરોપ ખોટા અને પાયાવિહોણા છે. તેને તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાની પણ જાણકારી નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.