નાના છૈડા પ્રા.શાળા ખાતે કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવા અરજીઓ મંગાવાઈ
નાના છૈડા પ્રા. શાળા ખાતે કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવા અરજીઓ મંગાવાઈ
બોટાદ તાલુકામાં પી એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત નાના છૈડા (કેન્દ્ર નંબર-૧૩) પ્રાથમિક શાળા ખાતે ચાલતા કેન્દ્રમાં વિવિધ કારણે ખાલી પડેલ કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે તા.૧૧/૧૦/૨૦૨૩ થી તા. ૨૩/૧૦/૨૦૨૩ સુધીમાં નિયત નમુનાનું અરજી ફોર્મ મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, બોટાદ (ગ્રામ્ય),પહેલો માળ,તાલુકા સેવા સદન,બોટાદ ખાતેથી કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.