મોબાઈલ ટાવર થકી રેડીયેશન બાબતે રજુઆત કરવામાં આવી
*મોબાઇલ ટાવર ના વિરોધ મા આવેદન અપાયું.*
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સુરેન્દ્રનગર ફિરદોશ સોસાયટી પાસે,સોનલ સોસાયટી આવેલી છે. આ વિસ્તાર રહેણાંક વિસ્તાર છે. આ રહેણાક વિસ્તારમાં એક ખુલ્લો પ્લોટ આવેલો છે જે બજાણીયા બાબુભાઈ હેમુભાઈનો છે. આ પ્લોટ માં તેઓ એરટેલ કંપનીનો મોબાઇલ ટાવર લગાવવાના છે. આ વિસ્તાર રહેણાક વિસ્તાર છે. મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડીએશનના કારણે બાળકો, વૃદ્ધો અને સગર્ભા બહેનોને ખૂબ જ તકલીફ પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે. અમારી જાણકારી મુજબ આ રેડીએશનના કારણે ગંભીર બીમારીનું પ્રમાણ વધવાની શક્યતા રહેલી છે!! વળી ટાવર ના કારણે રાજકોટ માં TRP જેવી દુર્ઘટના બને તો જવાબદારી કોની ??? તેથી સોનલ સોસાયટી ના રહીશો બચુભાઈ બજાણીયા, હર્ષદ વ્યાસ, સવિતાબેન બજાણીયા તેમજ સોનલ સોસાયટી ના રહીશોએ રેડીએશનના ગંભીર પરિણામો જોતા આ મોબાઈલ ટાવર લગાડવામાં ન આવે તે જોવા માટે કલેકટરશ્રી ને લેખિત રજુઆત કરી હતી.
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.