શ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા - At This Time

શ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા


શ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા

સંત શ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ દ્વારા અઢારે વર્ણની તમામ ગરબી મંડળ ની બાળાઓને ગંગા સ્વરુપ વિધવા બહેનો અને ગામ ના આગેવાનો ના હસ્તે લાણી વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જગ્યા ના ગાદીપતિ પુજ્ય મહંત શ્રી ભરતબાપુ એવંમ અલ્પેશ બાપુ દ્વારા તમામ દીકરીઓનું વિશેષ માન સન્માન સાથે પુજન અર્ચન કરવામાં આવ્યું હતું. નવલા નોરતે ચેતન સમાધિ ના સાનિધ્ય માં ઉચ નીચ ના ભેદભાવો ભુલી ને નાની બાળકીઓ મન ભરી ને ગરબે રમી રાસોત્સવ ઉજવવામા આવ્યો હતો. આજે મોવિયા ધામ વડવાળી જગ્યામાં જંગદબા જોગણીઓ ના સાક્ષાત દર્શન થયા હોય એવા ભાવનુ નીર્માણ થયું હતું. કારણકે આ દીકરીઓ કોઇ પણ પ્રકારની પ્રેકટીસ તો કરતી નથી, ને કોઇ શીખવાડવા વાળુ પણ નહીં! કારણ કે દીવસ ના મુલે કે કામે જવાનું હોય છે. માત્ર પોતાની આવડત ના આધારે ઉગી નીકળવાનુ અને પોતાની કાલી ઘેલી ભાષામાં આરાધના કરવાની. માં જંગદબા જોગણી ગબરના ગોખે થી નીચે ઉતરી રાસ લે પણ ક્યારેક ધરના હજાર કામ કરવાળી અને ધરને આર્થિક રીતે મદદરૂપ થનારી જોગણીઓ ગરબે ઘુમી રાસ લેતી હોય છે. એક બાજુ કરડો રુપીયા ના બજેટ વાળી અર્વાચીન ગરબીઓ ની સામે આજે પણ પ્રાચીન શેરી ગરબી નજીવા બજેટ સાથે માત્ર સ્ટ્રીટ લાઈટ ના અંજવાળામા ધ્રુવ ના તારા ની માફક અડીખમ ઉભી છે. મેં તો શુદ્ધ રે રહદય થી સેવ્યા. આ કાર્યક્રમમાં ગોંડલ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી ભાર્ગવ ભાઇ અંદીપરા, મોવિયા ગામના સરપંચ કંચન બેન રોહીત ભાઇ ખુટ, રાહુલ ભાઇ, નથુભાઈ ખુટ, ચંદુભાઇ તથા ધીરુભાઇ ધડુક, પ્રવીણભાઈ ભાવેશ બાપુ, જેન્તીબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.