મુળી સાયલા થાનગઢ કોલસાની ગેરકાયદેસર ખાણો માં વપરાતો જિલેટીન વિસ્ફોટ પદાર્થ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જશે - At This Time

મુળી સાયલા થાનગઢ કોલસાની ગેરકાયદેસર ખાણો માં વપરાતો જિલેટીન વિસ્ફોટ પદાર્થ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જશે


સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર જીલેટીન મોટી દુર્ઘટના સર્જે તેવા એંધાણ.

(મૂળી, થાન અને સાયલામાં લાખ્ખો રૂપિયાનું જીલેટીન ઉપયોગ થાય છે)

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લમાં ભરપુર ખનિજ ભંડાર હોવાથી ખનિજ માફિયાઓને ડોળો હંમેશા અહી જિલ્લા પર જ રહે છે ખાસ કરીને વર્ષોથી બેરોકટોક અને પ્રશાસન નાક નીચે ચાલતી કાર્બોસેલની ખનિજ ચોરી ખાણ ખનીજનો એક પણ અધિકારી સદંતર બંધ કરાવી શકયા નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાદેસર કાર્બોસેલ ખનિજ ચોરીની સાથે અહી ગંભીર પ્રકારના જીલેટીનનો પણ ધંધો એટલો જ ફૂલ્યો ફાલ્યો છે. જીલેટીન એક એવા પ્રકારનું દારૂખાનું છે જે મોટાભાગે જમીનમાં પથ્થર જેવા બોથડ પદાર્થને એક ઝટકામાં તોડી પડે છે. આ જીલેટીન ખરેખર પ્રતિબંધક ચીજ છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, સાયલા અને થાન પંથકમાં ખુબજ સામાન્ય રીતે જીલેટીન મળી રહે છે. કાર્બોસેલ ખનિજ માફીયાઓ પ્રતિબંધિત જીલેટીનનો ઉપયોગ કોલસાની ખાણમાં પથ્થરને તોડવા માટે ઉપયોગ કરે છે અને આ ખનિજ માફિયાઓને ખુબજ સહેલાઈથી જીલેટીન મળી પણ જાય છે. મૂળી, સાયલા અને થાન પંથકના ખનિજ માફીયાઓ જે પ્રકાર જીલેટીનનો ઉપયોગ કરે છે તે જીલેટીનની સમગ્ર વિગતો જાણવા માટે ગુજરાત સતા દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મૂળી અને સાયલા સહિતના પંથકમાં ચાલતી ૧૧૦૦થી વધુ કાર્બોસેલની ખાણોમાં જીલેટીનનો રોજિંદો વપરાશ થાય છે. જે જીલેટીન વાંકાનેરથી મંગાવે છે. વાંકનેરનો એક વેપારી પોતાની બોલેરો કારમાં ઓર્ડર મુજબ જીલેટીન મોકલી આપે છે. જેમાં જીલેટીન ભરીને મોકલી આપેલ બોલેરો કાર ચાલકને માત્ર જે તે વિસ્તારનું સરનામું જ આપવામાં આવે છે ત્યાં જઈને બોલેરો કાર ચાલક પોતાની કાર ઊભી રાખી જીલેટીન ઉતરી નીકળી જાય છે આ તમામ ધંધો મધ્યરાત્રિએ થતો હોય છે. બાદમાં રૂપિયાની લેવડ દેવડ માટે દરેક તાલુકાની હદમાં આવતી કાર્બોસેલની ખાણોનો વહીવટકર્તા પણ અલગ હોય છે જે જીલેટીનનો જથ્થો મોકલનાર વેપારી સાથે સંપર્કમાં હોય છે જેના કહેવાથી જ જીલેટીનનો જથ્થો જે તે સ્થળે પહોંચી ગયા બાદ પેમેંતની જવાબદારી વચ્ચે રહેલા મિડલ મેનની હોવાના લીધે ખનીજમાફિયા પાસેથી મંગાવેલ જીલેટીનના જથ્થાનું પેમેન્ટ લઇ મૂળ જથ્થો મોકલનારને પેમેન્ટ પૂર્ણ કરવાનું હોય છે આને આ જીલેટીન જથ્થો પૂરો પાડનાર વેપારીને પેમેન્ટ તથા ખનિજ માફિયાઓને જીલેટીન પૂરું પાડવાના પ્રકરણમાં વચ્ચે રહેલા મિડલ મેનને દર મહિને 40થી 50 હાજર રૂપિયાનું કમિશન આપવામાં આવે છે. હવે વાત રહી પ્રશાસનની તો રૂપિયાના જોરે ગંભીર પ્રકારના જીલેટીન વેચાણના ખેલમાં પ્રશાસન પણ પોતાની ભૂમકા ભજવે છે કારણ કે પ્રશાસનની મજૂરી વગર જિલ્લામાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલવી અશક્ય છે. ત્યારે જીલેટીનના વપરાશ અંગે "ગુજરાત સતા" દ્વારા મૂળી પંથકના ખનિજ માફિયા સાથે વાતચીત કરતા પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ કાર્બોસેલની ખાણ ખોદવાની શરૂઆત થાય છે ત્યારે તેમાં સૌ પ્રથમ ખાણને ઉંડી કરવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. મોટાભાગે જમીનની અંદર માટી, પથ્થર અને બાદમાં નીચે કાર્બોસેલ નીકળે છે જેથી જમીનમાં લગભગ ૧૦૦ ફૂટ ઊંડાણમાં ખોદવું અને પથ્થર તોડવા અશક્ય હોવાના લીધે જીલેટીન થકી રાત્રીના સમયે બ્લાસ્ટિંગ કરી કોલસાને બહાર કાઢવામાં આવે છે. આ જીલેટીનની ગંભીરતા બાબતે જણાવ્યું હતું કે જ્યારે બ્લાસ્ટિંગ થતું હોય છે ત્યારે લગભગ પાંચેક કિમી સુધી અવાજ સંભળાય છે અને જમીનથી 40 અથવા 50 ફૂટ ઉપર પથ્થર ઉપર ઉછળે છે જેથી બ્લાસ્ટીગ સમયે ખાણ માલિક સહિત મજૂરો લગભગ એકથી દોઢ કિલોમીટર દૂર ચાલ્યા જાય છે. ત્યારે આ પ્રકારના ગંભીર જીલેટીન દારૂખાનું સરકારી લાયસન્સ વગર વેચાણ કરવું કે પછી ઉપયોગ કરવો પણ ગુન્હો બને છે છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક કાર્બોસેલની ખાણમાં જીલેટીનનો ઉપયોગ થાય છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાન અને સાયલા પંથકમાં જીલેટીનથી સામાન્ય દુર્ઘટના પણ સર્જાય તો આખેઆખું ગામ પળભરમાં જ સ્મશાન બની જાય તે પ્રકારનું ગંભીર દારૂખાનું આજેપણ અહી ઉપયોગ કરવામાં આવે છે જેની સામે તંત્ર કાર્યવાહી કરવા ખાતર કરે છે જેમ કે હાલમાં જ વેલાળા ગામે થયેલ મજૂરોના મોત મામલે તંત્ર દ્વારા તુરંત રૂપિયા ૧૧ હજારની કિંમતનું જીલેટીન પકડી પાડ્યું પરંતુ બાદમાં ઊંડાણ પૂર્વક તપાસ થવી જોઈએ તે થશે નહિ અને માત્ર કાર્યવાહી દર્શાવી જેમ મામલો થડો પડશે વધુ જ દબાવી દેવામાં આવશે. પરંતુ જ્યારે કોઈ દુર્ઘટના ઘટસે ત્યારે તંત્ર સફાળું જાગશે અને ત્યાં સુધી બહુ મોડુ થઈ ચૂક્યું હશે.

(બોક્સ)
• જીલેટીન એક એવા પ્રકારનું દારૂખાનું છે જેને લાયસન્સ વગર રાખવું કે વેચાણ કરવું ગંભીર પ્રકારનો ગુન્હો છે. છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી, થાન અને સાયલા પંથકના ખનિજ માફિયાઓની દરેક ખાણોમાં જીલેટીનનો બ્લાસ્ટિંગ માટે ઉપયોગ થતો દેખાય છે.

• સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ગેરકાયદેસર ખાણો ચલાવતા દરેક ખનિજ માફીયાઓ પાસે જીલેટીન હોવા છતાં જ્યારે પણ ખાણો પર દરોડા થાય છે જીલેટીનનો જથ્થો સરકારી ચોપડે દેખાડવામાં આવ્યો નથી. અને એકલ દોકલ કેસોમાં જીલેટીન દર્શાવાય છે તો પણ તેની ઊંડાણ પૂર્વક તપાસ થતી નથી.

• કાર્બોસેલની ખાને સંપૂર્ણપણે ખોદવા માટે લગભગ એક લાખ રૂપિયાનું જીલેટીન વપરાશ થાય છે ત્યારે જિલ્લાના મૂળી, થાન અને સાયલા પંથકમાં આવા ૧૦૦થી પણ વધુ કાર્બોસેલની ખાણો હયાત છે અને કેટલીક ગેરકાયદેસર ખાણોનું હજુપણ ખોદાણ ચાલુ છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં કેટલો મોટા પ્રમાણમાં જીલેટીનનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુસાડ્યો હશે ?

• થાન તાલુકાના વેલાળા ગામે ખાણમાં મજૂરના મોત બાદ સ્થાનિક તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી ભાડુલા ગામેથી બોલેરો કારમાં ગેરકાયદેસર ૧૧,૨૮૦ની કિંમતનો એકસપલોઝિવ જીલેટીનનો જથ્થો ઝડપી લેવાયો હતો પરંતુ આ જથ્થો કોણે ખરીદ્યો અથવા કોની પાસેથી ખરીદવામાં આવ્યો ?સાથે જ કોણે અહી સુધી પહોંચાડ્યો ? તે અંગેની તપાસ થવી પણ જરૂરી છે.

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.