શહેરા નગરપાલિકા વિસ્તારના સલામપુરા ગામે શારીરિક તથા માનસિક ત્રાસને લઈ માતાએ પુત્રી સાથે કુવો પૂર્યો
પંચમહાલ
શહેરા તાલુકાના સદનપુર ગામના નિશાન ફળિયામાં રહેતા રસીલાબેન ના લગ્ન શહેરા નગરપાલિકા વિસ્તારના સલમપુરા ગામે ત્રણ વર્ષ પહેલા થયા હતા જેમાં તેમને ત્રણ વર્ષના લગ્ન ગાળા દરમિયાન એક બાળકી હતી તેઓનું લગ્ન જીવન પહેલા સારો થઈ રહ્યો હતો પરંતુ તેમના લગ્ન જીવનમાં છેલ્લા કેટલાય સમય ગાળાથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો જેમાં તેમના પતિ કમલેશ વિક્રમભાઈ પગી દ્વારા તેમને કામકાજ આવડતું નથી અને તેમને બીજી પત્ની લાવવી હોવાના કારણે મેહણા ટાણા મારવામાં આવતા હતા જેથી તેમના દ્વારા અતિશય માનસિક ત્રાસ સહન ન થતા સલમપુરા ગામે આવેલા એક કુવામાં રસીલાબેન તથા તેમની દોઢ વર્ષની બાળકી સાથે કુવામાં પડતું મૂક્યું હતું જેમાં આ બાબતની જાણ તેમના પિયર પક્ષને કરતા તેઓ દ્વારા શહેરા પોલીસ સ્ટેશન ખાતે કમલેશભાઈ વિક્રમભાઈ પગી તથા મંજુલાબેન વિક્રમભાઈ પગી વિરુદ્ધ માનસિક તથા શારીરિક ત્રાસને લઈ ફરિયાદ નોંધાવી હતી ત્યારે શહેરા પોલીસ એ આ બાબતે 498 ક 306 114 મુજબની ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રિપોર્ટર, વિનોદ પગી શહેરા
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.