વાઘ બકરી ટી ફાઉન્ડેશન (ભારત) ના વિશેષ સહયોગ થી ભાવનગર ની સામાજિક સંસ્થા શિશુવિહાર દ્વારા 55 શાળા ઓમાં 6600 બાળકો ની આરોગ્ય તપાસ કરાય
ભાવનગર વાઘ બકરી ટી ફાઉન્ડેશન (ભારત) ના વિશેષ સહયોગ થી ભાવનગર ની સામાજિક સંસ્થા શિશુવિહાર દ્વારા ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 55 શાળાઓમાં જુલાઈ 2022 થી ડિસેમ્બર 2022 દરમ્યાન 6600 બાળકો માટે ની સ્વાસ્થ્ય શિબિર યોજવામાં આવી બાળકોમાં કુપોષણ ને લીધે આંખોની સમસ્યાઓ વિશેષ જોવા મળે છે..ત્યારે શિશુવિહાર સંસ્થા ના ઉપક્રમે વર્ષ 2022 માં 55 શાળાઓમાં 2200 બાળકોની આંખ તપાસ કરી ગુજરાત રાજ્યની અંધત્વ નિવારણ યોજના અંતર્ગત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું લોહીમાં હિમોગ્લોબીનની ઉણપ અને તેને લીધે ઊભા થતા શારીરિક પ્રશ્નો વિશેષતહ ધોરણ સાત અને આઠ મા ભણતી બહેનો માં આયરન ડેફિશન્સી તરીકે સવિશેષ જોવા મળે છે.. જે ધ્યાનમાં લઇને શાળાઓમાં ભણતી વિધાર્થીનીઓના લોહીમાં હિમોગ્લોબીન તપાસ કાર્યક્રમ દ્વારા 2200 વિદ્યાર્થીની ની તપાસ કરી ઓછું હિમોગ્લોબીન ધરાવતી વિદ્યાર્થીનીઓને ડોક્ટરની સલાહ અનુસાર વિનામૂલ્યે પંદર દિવસ માટે જરૂરી દવાઓ પણ આપવામાં આવી તદુપરાંત નિષ્ણાત ડોક્ટર દ્વારા જરૂરિયાતમંદ 2200 બાળકોની જનરલ આરોગ્ય તપાસ કરી દવા વિતરણ કરવામાં આવ્યુંહતું શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી .. સમિતિના સભ્યશ્રીઓ તેમજ આચાર્યશ્રીઓના વિશેષ સહયોગથી શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે યોજાયેલ સ્વાસ્થ્ય શિબિર માં ડો અરવિંદભાઈ ત્રિવેદી ટેકનીશ્યન શ્રી અંકિતાબહેન ભટ્ટ શ્રી રેખાબહેન ભટ્ટએ સેવા આપેલ નગરપાલિકા ની શાળાના ગરીબ બાળકો માટે યોજાતા સ્વાસ્થ્ય શિબિરમાં શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકોના અનન્ય સહકાર થી પ્રતિવર્ષ અનેક ગરીબ બાળકો લાભાન્વિત બને છે.. જે અનુકરણીય બને છે શિશુવિહાર યોજીત ૫૫ આરોગ્ય શિબિર નું સંકલન શ્રી રાજુભાઈ મકવાણા કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.