વડોદરામાં MSU ની હોસ્ટેલમાં પાર્ટી કરતાં વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ , સત્તાધીશો દોડતા થઈ ગયા. - At This Time

વડોદરામાં MSU ની હોસ્ટેલમાં પાર્ટી કરતાં વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ , સત્તાધીશો દોડતા થઈ ગયા.


વડોદરા શહેરની એમ . એસ . યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે . જેને પગલે યુનિવર્સિટી સત્તાધીશો દોડતા થઈ ગયા છે અને આ મામલે તપાસ શરૂ કરી છે . વિદ્યાર્થીઓ પાર્ટી કરતા વીડિયોમાં દેખાયા વડોદરા શહેરમાં હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે . જેમાં કેટલાક યુવાનો દારૂ અને ચિકનની પાર્ટી કરી રહ્યા છે . આ વીડિયો વડોદરા શહેરની એમ . એસ . યુનિવર્સિટીના એમ . એમ . હોલનો હોવાનું જાણવા મળ્યું છે . સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ' ચિકન કુકડુ કુ ' ગીત વાગે છે . આ ઉપરાંત હોસ્ટેલ રૂમમાં બેસીને કેટલાક વિદ્યાર્થીઓ દારૂની પાર્ટી કરતા પણ દેખાય છે . આ વીડિયોના પગલે એમ . એસ . યુનિવર્સિટી સત્તાધીશોએ તપાસ શરૂ કરી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.