ગુજરાત ચાંદીપુરા વાયરસનાં પગલે નેત્રંગ આરોગ્ય તંત્ર એક્ષનામાં મોડમાં આવ્યું
ગુજરાત ચાંદીપુરા વાયરસનાં પગલે નેત્રંગ આરોગ્ય તંત્ર એક્ષનામાં મોડમાં આવ્યું છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંઘના માર્ગદર્શન હેઠળ નેત્રંગના ચાસવડ, ખરેઠા, થવા, મોરિયાણા, બિલોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ચાંદીપુરા વાયરસનો એક્શન પ્લાન બનાવી ઘેરે - ઘેરે ફરીને ચાંદીપુરા તેમજ મેલીરીયા, ડેંગ્યુ, ચિકનગુનિયા જેવા પાણીજન્ય તેમજ યોગ્ય દવાનો છંટકાવ કરાવી રોગો વિશે લોકોમાં જન જાગૃતિ આપવામા આવી.
આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી જણાવ્યું હતું કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. પરંતુ કેટલીક તકેદારીના પગલા ભરવા જોઇએ. સેન્ડ ફલયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ તિરાડો પુરાવવી જોઈએ. ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક - દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવાનો આગ્રહ રાખવો. બાળકોને લાંબી બાયના કપડાં પહેરાવવા. વધુ પડતો તાવ જણાય તો તાત્કાલિક હસ્પિટલમાં નિષ્ણાત તબીબોને બતાવી તેમના માર્ગદર્શન હેઠળ સારવાર લેવી જોઈએ ને આ ઉપરાંત દરેક સ્કુલોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાંદીપુરા રોગ વિશે તેમજ સાવચેતીના પગલાં અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.