ડ્રોન કે માઇક્રોલાઇટ એરક્રાફટ હેલીકોપ્ટરની વિગતો પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાના આદેશો - At This Time

ડ્રોન કે માઇક્રોલાઇટ એરક્રાફટ હેલીકોપ્ટરની વિગતો પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાના આદેશો


રાજકોટ તા. ૦૩ જુલાઈ - રાજકોટ શહેર કમિશ્નરેટ વિસ્તારમાં વાઈટલ ઈન્સ્ટોલેશન, એરપોર્ટ, વી.વી.આઈ.પી રહેઠાણ તેમજ શહેરની જનતાની જાનમાલની સુરક્ષા અને સુલેહ-શાંતીનું વાતાવરણ જળવાઇ રહે, તે હેતુસર શહેરના મહત્વના ૩૫ સ્થળો પર રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલ ડ્રોન કે રીમોટ કંટ્રોલ સંચાલીત એરીયલ મીસાઇલ, હેલીકોપ્ટર, કે પેરાગ્લાઇડર, રીમોટ કંટ્રોલ સંચાલીત માઇક્રોલાઇટ એરક્રાફટ ચલાવનાર સંચાલક તથા વ્યવસાયીકો માટે નિયંત્રણ મુકતા હુકમો જારી કર્યા છે.
જે મુજબ સંચાલકો કે માલીકોએ આ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવીકે મોડેલ નંબર, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે તેમજ તેનો ઉપયેાગ કરતા પહેલા જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો હોય તે વિસ્તાર સંબંધીત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીની પૂર્વમંજુરી લેવાની રહેશે. આ જાહેરનામાનો અમલ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હકુમત હેઠળના તમામ વિસ્તારમાં તા. ૩૧/૦૮/૨૦૨૪ સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટને આ આદેશો લાગુ પડશે નહીં.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.