પત્નીએ કપડા ધોવાની ના પાડતા ગૃહકલેશ થયો : જમાઇને સાળા-સસરાએ ફટકાર્યો - At This Time

પત્નીએ કપડા ધોવાની ના પાડતા ગૃહકલેશ થયો : જમાઇને સાળા-સસરાએ ફટકાર્યો


ગંજીવાડા શેરીમાં પત્નીએ કપડા ધોવાની ના પાડતા દંપતિ વચ્ચે ગૃહકલેશ થયો હતો. બાદમાં પત્ની રીસામણે ચાલી જતા ઉશ્કેરાયેલા સાળા અને સસરાને જમાઇને પાવડા અને ધોકાથી ફટકારતા ગંભીર ઇજા પહોંચેલ હતી. યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે ખોડીયાર ચોક પાસે ગંજીવાડા શેરી નં.૬પમાં રહેતા હરજીભાઇ ઉર્ફે નિર્મળભાઇ વિનુભાઇ ગોહેલ (ઉ.વ.37)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અનિલ ધીરૂ દેગામા અને ધીરૂ દેગામાનું નામ આપી જણાવ્યું હતું કે તેઓ રીક્ષા ડ્રાઇવીંગ કરી પરિવાર ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાત્રી 11 કલાકની આસપાસ ઘરે હતા ત્યારે તેઓએ પત્નીને કપડા ધોવા માટે કહેલ તો તેણીએ કપડા ધોવાની ના પાડતા તે અંગે પુછતા તેણીએ જણાવેલ કે આપણા લગ્ન થયા ત્યારે મારી માતાએ કામ ન કરવાની બોલી કરેલ હતી. તેમ કહી બોલાચાલી કરવા લાગેલ હતી તેમજ તેમની બાજુમાં જ તેઓના સસરા રહેતા હોય જેથી તેમની પત્ની માવતર જતી રહી હતી.
બાદમાં તેઓ તેમની પત્નીને બોલાવવા ઘરની બહાર નીકળેલ ત્યાં તેમનો સાળો અનિલ દેગામા હાથમાં પાવડો અને સસરા ધીરૂ દેગામા ધોકો લઇ શેરીમાં ધસી આવેલ અને બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ હતા. દરમ્યાન અનિલ અને તેના સસરા ધીરૂએ પાવડા અને ધોકાથી હુમલો કરી દીધો હતો. બનાવમાં તેઓને લોહી નીકળવા લાગતા બંને શખ્સો નાસી છુટયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપી પિતા-પુત્રની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.