પૂર્વ ઝોનમાં ગેરકાયદે બાંધકામો પર ટીપી શાખા ત્રાટકી : માર્જીનમાં ખડકાયેલા અને ટીપીના પ્લોટમાં ડિમોલીશન - At This Time

પૂર્વ ઝોનમાં ગેરકાયદે બાંધકામો પર ટીપી શાખા ત્રાટકી : માર્જીનમાં ખડકાયેલા અને ટીપીના પ્લોટમાં ડિમોલીશન


મહાપાલિકાની પૂર્વ ઝોન ટીપી શાખાએ આજે જુદા જુદા ચાર સ્થળે મંજૂરી વગર ખડકવામાં આવેલા અને પ્લાન વિરૂધ્ધના ગેરકાયદે બાંધકામના ડિમોલીશન કરી નાખ્યા હતા.
સીટી એન્જીનીયર પી.ડી.અઢીયાના માર્ગદર્શન હેઠળ આજે વોર્ડ નં.પ, 6માં ખાનગી મિલ્કતોના તેમજ વોર્ડ નં. 18માં સૂચિત ટીપી સ્કીમ નં.38 (કોઠારીયા)ના રહેણાંક હેતુ વેચાણના પ્લોટ પર થયેલા દબાણો હટાવવા ડિમોલીશન કરવામાં આવ્યા છે.
વોર્ડ નં.6માં સંત કબીર રોડ પર મેહુલ પ્રિન્ટ સામે મેહુલનગર-1ના ખુણે ભાવેશ સોલંકીની ખાનગી મિલ્કતમાં મંજૂરી વગર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામ, વોર્ડ નં.પમાં સંત કબીર રોડ, કૈલાસધારા મેઇન રોડ પર વિષ્ણુ શર્માની ખાનગી મિલ્કતમાં આવું જ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
વોર્ડ નં.પમાં મારૂતિનગર મેઇન રોડ, ડો.ડોબરીયાના દવાખાના પાસે હિરેન ઢોલરીયાએ પ્લાન વિરૂધ્ધ માર્જીનની જગ્યામાં ગેરકાયદે કરેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તો વોર્ડ નં.18માં કોઠારીયામાં રહેણાંક હેતુના પ્લોટમાથી બે ઓરડી તોડી પાડવામાં આવી હતી. આ કામગીરીમાં ટીપી, રોશની, એસ્ટેટ, બાંધકામ સહિતનો સ્ટાફ જોડાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.